GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO
Jetpur: નવરાત્રી દરમ્યાન જેતપુરમાં રાત્રી સફાઈ અભિયાન
તા.૨૪/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: નવરાત્રીના પાવન પર્વમાં લોકો ગરબે રમવા ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, ત્યારે જેતપુર નગર પાલિકા દ્વારા સ્વચ્છોત્સવની ઉજવણી સફાઈ અભિયાન સાથે કરવામાં આવી રહી છે. જેતપુરમાં રાત્રી દરમ્યાન વિવિધ સ્થળોએ સફાઈ કર્મચારીઓ સફાઈ કામગીરીની આરાધના કરી નગરને સ્વચ્છ કરવાનું કામ કરી રહ્યા છે. જેતપુરમાં વિવિધ સ્થળોએ કચરો ઉપાડી, રોડ રસ્તા સફાઈ કામગીરીને લોકોએ વધાવી છે.