GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લાના ડુંગળી ઉત્પાદક ખેડૂતો માટે પ્રાઈઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજનામાં અરજી જમા કરાવવાની અંતિમ તક
તા.૨૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ : ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્શશન સ્કીમ હેઠળ પ્રાઈઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. જેથી રાજકોટ જિલ્લાના જે ખેડૂતોએ આ યોજના અંતર્ગત અરજી કરેલ હોય પરંતુ રાજકોટ જિલ્લા બાગાયત કચેરી ખાતે અરજી જમા કરાવેલ ન હોય, તેવા ખેડૂતોને દિન-૧૦માં અત્રેની કચેરીએ અરજી સાથે જરૂરી સાધની કાગળો જોડીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩ જીલ્લા સેવા સદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ ખાતે પહોંચાડવાની રહેશે, સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.