GUJARATKUTCHMUNDRA

મુંદરાના ‘ગૌરવ પથ’ પર પાર્કિંગની સમસ્યા: લોકોએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

મુંદરાના ‘ગૌરવ પથ’ પર પાર્કિંગની સમસ્યા: લોકોએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી

 

મુંદરા: મુંદરા નગરપાલિકા દ્વારા બારોઈ રોડ પર, મુન્દ્રા બસ સ્ટેશનથી બારોઇ ગામ સુધી બંને બાજુએ સુંદર રીતે તૈયાર કરાયેલો ‘ગૌરવ પથ’ રોડ આજે ધારાસભ્યના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. આ આધુનિક સુવિધાથી સ્થાનિક લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ રોડ મુન્દ્રાના વિકાસમાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે.

 

જોકે, આ સુંદર સુવિધાનું ઉદ્ઘાટન થતા જ એક મોટી સમસ્યા સામે આવી છે. જે રોડને બાળકો, વડીલો અને મહિલાઓ સલામત રીતે ચાલી શકે તે માટે ‘ગૌરવ પથ’ નામ આપવામાં આવ્યું છે, તેના પર જ અવ્યવસ્થિત પાર્કિંગ જોવા મળ્યું. રોડની બંને બાજુની ફૂટપાથ અને મુખ્ય માર્ગ પર પણ વાહનો પાર્ક કરેલા હતા, જેના કારણે રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બન્યું હતું.

 

આ પરિસ્થિતિ ‘ગૌરવ પથ’ ના મૂળ ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવી રહી છે. લોકોનું કહેવું છે કે, જો આ પાર્કિંગની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહિ આવે તો આ સુંદર માર્ગનો કોઈ અર્થ રહેશે નહિ. આને ‘સોનાની થાળીમાં લોખંડની મેખ’ જેવી પરિસ્થિતિ ગણાવીને સ્થાનિક લોકોએ નગરપાલિકા અને પોલીસ તંત્ર પાસે આ અંગે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

જો આ માર્ગને ખરેખર ગૌરવશાળી બનાવવો હોય તો ફૂટપાથને અવરોધમુક્ત રખાવી અને પાર્કિંગ માટેના નિયમોનું કડક પાલન કરાવવું અત્યંત આવશ્યક છે. એવી લોકોની માંગ છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!