બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરનું ગૌરવ
25 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરનું ગૌરવ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સંલગ્ન આંતર કોલેજ યોગાસન સ્પર્ધા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના યજમાનપદે આયોજિત કરવામાં આવી હતી તેમાં એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરની વિધાર્થીનીઓએ યોગાસન સ્પર્ધામા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમા દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરી રનસૅ અપ થઈ હતી. રનસૅ અપ થવા બદલ ભાગ લેનાર વિધાર્થીનીઓ ચૌધરી રીન્કી ,પ્રિયા,હેતલ, પ્રિયંકા, પૂજા, સોલંકી પ્રાંજલબા સવૅ વિધાર્થીનીઓને સંસ્થા પરીવાર અભિનંદન પાઠવે છે.સમગ્ર ટીમની વિધાર્થીનીઓને ભાગ લેવા માટે કોલેજના આચાયૉશ્રી મનીષાબેને પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને કોલેજના શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડૉ.દિપ્તીબેન તરફથી માગૅદશૅન આપવામાં આવ્યું હતું.