વાંસદા તાલુકા ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ દિવસની ઉજવણીનું કાર્યક્રમ વાંસદા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યું હતું. ભારતના મહાન રાષ્ટ્ર ભક્ત અને ગરીબોના મસીહા એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૧૬ ના દિને ઉતરપ્રદેશના મથુરા જિલ્લાના ચંદ્ર ભાન ગામે થયું હતું. એમનું જીવનકાળ બહુજ સંઘર્ષમય રહ્યું હતું. અને માત્ર સાત વર્ષની ઉમરમાં તેઓ માતા પિતાની છત્રછાયાથી વંચિત થઈ ગયા હતા. જન્મના ત્રીજા વરસે માતા અને સાતમા વરસે પિતા ની પણ છત્રછાયા ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેઓએ રાજસ્થાનમાં મામા ને ત્યાં રહી ગંગાનગર અને કોટા ખાતે અભ્યાસ કર્યું હતું ૧૯૩૭ માં તેઓ ઇન્ટરમીડિયેટ ની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ ઉર્તીણ થયા હતા. તેઓ કાનપુર ખાતે ઉચ્ચશિક્ષણ મેળવી રાષ્ટ્રીય સ્વ સેવક સંઘની શાખામાં પ્રતિજ્ઞાની લઈ દેશ સેવામાં જોડાયા હતા. ઉત્તરપ્રદેશના પ્રથમ પ્રચારક બન્યા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે અંત્યોદયનો સિદ્ધાંત પણ આપ્યો હતો. વ્યક્તિવાદ અધર્મ છે. રાષ્ટ્ર માટે કામ કરવું ધર્મ માની દેશના માટે ખૂબ બલિદાન આપ્યું હતું. એવા મહાન વ્યક્તિના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વાંસદા તાલુકાના ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ,વાંસદા તાલુકા મહામંત્રી ડો. લોચનભાઈ શાસ્ત્રી,નવસારી જિલ્લા સેવા પખવાડા ના ઇન્ચાર્જ રાકેશભાઈ શર્મા,તાલુકા સંયોજક સંજયભાઈ બિરારી,સહસંયોજક ભુપેન્દ્રભાઈ પટેલ, પધ્ધુમનસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.