TANKARA:ટંકારાના લજાઈ ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક ‘ગૌ-આશિષ’નું આયોજન કરવામાં આવ્યું
TANKARA:ટંકારાના લજાઈ ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક ‘ગૌ-આશિષ’નું આયોજન કરવામાં આવ્યું
ટંકારા મના લજાઈ ગામે છેલ્લા ઘણા વર્ષથી ગાયોના લાભાર્થે ગામના યુવાનો દ્વારા નાટકનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના જ યુવાનો ઘાઘરી પહેરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા હોય છે અને મહત્વની વાત તો એ છે કે આ ગામના શિક્ષિત યુવાનો, વેપારીઓ કે કારખાનેદારો સ્ત્રી આપવામાં આવે તો તે ભજવવામાં કોઈ શરમ કે સંકોચ અનુભવતા નથી અને ગાયોના કામમાં તન મન અને ધન થી સહકાર આપે છે
ટંકારાના લજાઈ ગામના યુવાનો દ્વારા ગાયોની સેવા માટે એક એતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે જે જોવા માટે માત્ર ગામના લોકો જ નહિ પરંતુ આસપાસના ગામોમાંથી અને મોરબીથી પણ લોકો લજાઈ ગામે જતા હોય છે અને ગામમાં આવેલ કામધેનુ વિસામો ગૌશાળામાં રહેતી અંધ, અપંગ, માંદી અને અશક્ત પોણા બસો જેટલી ગાયોના લાભાથે નાટકનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ગાયોની સેવા માટે ભજવતા નાટકમાં ગામના જ યુવાનો દ્વાર અદભુત અભિનય રજુ કરવામાં આવે છે જે જોઇને લોકો કલાકારની કાલ ઉપર દાનની સરવણી વહાવી દેતા હોય છે.
આ વર્ષે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ નાટક રાખવામા આવ્યું હતું અને દરવર્ષે નવરાત્રીમાં ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના શિક્ષિત યુવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિ કે અન્ય કોઈપણને જે પાત્ર આપવામાં આવે તે પાત્ર કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર ગામના લોકોની સમક્ષ તે ભજવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજથી 58 વર્ષ પહેલાં લજાઈ ગામમાં કામધેનુ વિસામો ગૌશાળાની સ્થાપના સોહમદત બાપુ દ્વારા કરવામાં આવી હતી જેના પાછળનો મુખ્ય ઉદેશએ હતો કે, અમારી ગાયો કદી કતલખાને નહિ જાય જેને સાર્થક કરવા માટે ગ્રામજનો દ્વારા પણ પૂરો સહયોગ આપવામાં આવી રહયો છે.
લજાઈ ગામે યોજાતું નાટક એટલુ લોકપ્રિય બન્યુ છે કે અહીં નાટક જોવા માટે આજુબાજુના ગામોમાંથી પણ લોકો આવે છે આટલું જ નહિ આ ગામની દીકરી સાસરે હોય ત્યાંથી ખાસ કરીને નવરાત્રી ઉપર યોજતા નાટકને જોવા માટે તેને ઘણા પરિવારો દ્વારા બોલાવવામાં આવતી હોય છે આમ નવરાત્રીમાં યોજાતા આ નાટકને કારણે ગામમાં મોટા તહેવાર જેવો માહોલ હોય છે અને આજના આધુનિક યુગમાં મોરબી જિલ્લામાં નાટ્યકલા અખંડ રહે તે માટે લજાઈ ગામના યુવાનો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે જો બીજા ગામના લોકો પણ તેમાંથી પ્રેરણા લઈને ગાયોના હિતાર્થે કામ કરે તો રઝળતી ગાય કોઈ જગ્યાએ જોવા મળશે નહિ અને લજાઈ ગામના લોકોના કહેવા મુજબ ગાયોના લાભાર્થે ગઈકાલે યોજાયેલા નાટકના કાર્યક્રમમાંથી ગૌશાળાને જંગી રકમ રૂ. 11,21, 000નો ફાળો એકત્ર થયો.