વિજાપુર ખરોડ હાઇસ્કૂલ ખાતે જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના પિતા અક્ષર નિવાસી સ્વ છનાલાલ પટેલ ની 17મી પુણ્ય તિથિ નો કાર્યક્રમ યોજાયો
વૃક્ષા રોપણ આર્યુવેદીક મેડિકલ કેમ્પ ગંગા સ્વરૂપ માતૃવંદના દિવ્યાંગ નો સન્માન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામે હાઇસ્કૂલ ખાતે જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભાઈ પટેલ ના પિતા અક્ષર નિવાસી સ્વ છનાલાલ અંબાલાલ પટેલ ની 17 મી પુણ્ય તિથિ નિમિત્તે વૃક્ષારોપણ આર્યુવેદિક મેડિકલ કેમ્પ ગંગા સ્વરૂપ માતૃવંદના દિવ્યાંગ સન્માનનો કાર્યક્રમ પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ અને ધારાસભ્ય સી.જે ચાવડાની ઉપસ્થિતિ માં યોજાયો હતો. જેમાં શાળાના પટાંગણ માં 17 જેટલા વૃક્ષો નુ રોપણ તેમજ 55 થી વધુ દિવ્યાંગો નુ સન્માન માતૃવંદન ગંગા સ્વરૂપ 355 જેટલી બહેનો ને ધાબળા ની કિટો આપવા મા આવી હતી. અક્ષર નિવાસી નિવૃત્ત શિક્ષક સ્વ છનાલાલ પટેલે શિક્ષક સ્વરૂપ આપેલી સેવાઓ ને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ યાદો તાજી કરી હતી. તેઓ એક આદર્શ શિક્ષક તરીકે લોકો હજી પણ યાદ કરે છે. આ કાર્યક્રમ મા જીલ્લા પંચાયત ના પ્રમુખ તૃષાબેન પટેલ તેમજ અમૂલ ફેડરેશન ના ચેરમેન અશોક ભાઈ ચૌધરી તેમજ એપીએમસી ચેરમેન પૂર્વ ધારાસભ્ય કાન્તિ ભાઈ પટેલ તેમજ પૂર્વ ભાજપ તાલુકા રાજુભાઈ પટેલ એ.પી.એમ.સી ડિરેક્ટર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ જીલ્લા પંચાયત ના સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર સરપંચ ધીરુ]ભાઈ ચૌહાણ સહીત રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.