તા.૨૫.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે “રેડ રન મેરેથોન 2025″નું આયોજન કરાયું
યુવાનોમાં એઇડ્સ જાગૃતિનો પહોંચાડ્યો સંદેશ દાહોદ શહેરની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને NSS, NCC તથા IQAC ના સંયુક્ત ઉપક્રમે, ગુજરાત સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટિલાવતના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા ક્ષય તથા એચઆઈવી અધિકારી ડો. આર.ડી. પહાડીયાના દિશાસૂચન હેઠળ “રેડ રન મેરેથોન 2025” નું આયોજન કરવામાં આવ્યું હતું મેરેથોનને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પહાડીયા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. દાહોદ શહેરમાં યોજાયેલી આ મેરેથોનમાં મોટા ઉત્સાહ સાથે 109 યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એચઆઈવી, એઇડ્સ અને જાતિય રોગો અંગે જાગૃતિ લાવવાનો હતો. મેરેથોન માટે તમામ સ્પર્ધકોની ફિઝિકલ ફિટનેસ ચકાસણી ડૉ. ધવલ અને ડૉ. પ્રદીપ દ્વારા કરવામાં આવી અને તેમને પ્રમાણપત્રો આપવામાં આવ્યા.મેરેથોનના અંતે પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર યુવક અને યુવતીઓને પુરસ્કારો તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ઉપસ્થિત યુવાનો માટે નાસ્તા તથા કોલ્ડ ડ્રિંક્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન દિશા-ડાપકુ દાહોદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ક્લિનિકલ સર્વિસ ઓફિસર, DAM&E, IEC-TI કાઉન્સેલર તથા TI સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી