GUJARATMAHISAGARSANTRAMPUR

સ્વચ્છતા જ સાચી ભક્તિ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ: સૌકોઈએ પોતાના ઘર, મહોલ્લા અને ગામને સ્વચ્છ રાખવા જોઈએ:- મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર

શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોરે કડાણા તાલુકાના લિંભોલા ગામ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું
*****
પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે:- મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર
****
સ્વચ્છતા જ સાચી ભક્તિ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ: સૌકોઈએ પોતાના ઘર, મહોલ્લા અને ગામને સ્વચ્છ રાખવા જોઈએ:- મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર
****
અમીન કોઠારી મહીસાગર

સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા “સ્વચ્છોત્સવ” અભિયાન- ૨૦૨૫ અંતર્ગત આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં કડાણા તાલુકાના લિંભોલા ગામ ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર જણાવ્યું હતું કે, સ્વચ્છતા જ સાચી ભક્તિ છે અને એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. સ્વચ્છ ભારત – સ્વચ્છ ગુજરાત – સ્વચ્છ ગામના મહા સંકલ્પને સાકાર કરવા સૌકોઈને આ અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું હતું.

 

શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશને યાદ કરતાં જણાવ્યું હતું કે, દેશ સ્વચ્છતા તરફ આગળ વધે ત્યારે દરેક નાગરિકને આ અભિયાનમાં જોડાઈને પોતાનું ઘર, ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ. પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકારશ્રી દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતાને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે અને આ પ્રયાસમાં શ્રમદાન દ્વારા વધુમાં વધુ લોકો જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ અભિયાનનો મુખ્ય સંદેશ “એક દિવસ – એક કલાક – એક સાથે” ને અમલમાં મૂકીને દરેક નાગરિકે પોતાના આસપાસની જગ્યાઓ સ્વચ્છ રાખવા પ્રયત્નશીલ થવા મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. આ વર્ષે ખાસ કરીને બજાર, શાળા, બગીચા, રસ્તાઓ જેવા જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, બસ-સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા પરિવહન કેન્દ્રો તેમજ પર્યટન સ્થળોને સ્વચ્છ રાખવા પર ખાસ ભાર મુકાયો છે. સાથે જ એક વખત વપરાય તેવી પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણ રીતે બંધ કરીને પર્યાવરણ મિત્ર વિકલ્પ અપનાવવા, કચરાના ઢગલાઓ દૂર કરવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવીને સ્વનિર્ભર ભારત તરફ આગળ વધવા માટે પણ મંત્રીશ્રીએ ઉપસ્થિતોને પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન, અગ્રણીશ્રી દશરથભાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, સંતરામપુર પ્રાંત અધિકારીશ્રી સત્યમ ભરવાડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત સરપંચશ્રી અને ગ્રામજનો આ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!