વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
મ
ખેરગામ:દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતિ અંતર્ગત ખેરગામ તાલુકાના વાડ કોળીવાડ દિનેશભાઈ પટેલના ઘરે સેવા પખવાડિયુ અંતર્ગત અતુલ રૂલર ડેવલોપમેન્ટ ફંડ વાડ યુવક મંડળ દ્વારા સ્વેચ્છિક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની શરૂઆત ધારા સભ્ય નરેશભાઈ પટેલ,ડૉ સનમભાઈ,ડૉ અમિતાબેન,ભાજપ પ્રમુખ લિતેશભાઈ,રાજેશભાઈ પટેલ,ભીખુભાઈ આહિર,ડૉ વિશાલભાઈ, ભાજપ મહામંત્રી ચેતનભાઇ,વિજયભાઈ,સંજયભાઈ સમરોલી, શૈલેષભાઈ ટેલર,ગામના મહિલા સરપંચ અંજલીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિતમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ અર્પી બ્લડ કેમ્પ ની શરૂઆત કરવામાં આવી હતી.આ બ્લડ કેમ્પમાં 111 બોટલ એકત્રિત થયું હતું. તમામ રક્તદાતાઓને લેપટોપ બેગ અર્પણ કરી હતી.આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલે દરેક નાગરિકને આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અને રકતદાન થકી લોકોના જીવન બચાવવા યોગદાન આપવા આહવાન કર્યું હતું.