HALVAD:હળવદ તાલુકાના માનસર ગામે “”સ્વચ્છોત્સવ “કાર્યક્રમ સાંસદ ચંદુલાલ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો
HALVAD:હળવદ તાલુકાના માનસર ગામે “”સ્વચ્છોત્સવ “કાર્યક્રમ સાંસદ ચંદુલાલ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો
હળવદ તાલુકાના માનસર ગામે “સ્વચ્છતા હી સેવા -૨૦૨૫”, “સ્વચ્છોત્સવ “કાર્યક્રમ અંતર્ગત શ્રી પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે “મહા શ્રમદાન ” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી ચંદુલાલ છગનભાઈ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ, તાલુકા માર્કેટિંગ યાર્ડ પ્રમુખશ્રી રજનિભાઈ સંઘાની , કારોબારી અધ્યક્ષશ્રી જિલ્લા પંચાયત, શ્રી પ્રવીણભાઈ સોનાગ્રા ,પ્રમુખશ્રી બાલ વિકાસ સમિતિ જિલ્લા પંચાયત, શ્રીમતી લીલાબેન પરમાર ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ ઝીંઝુવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હળવદ, શ્રી ભરતભાઇ કંઝારીયા ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ શ્રી પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે તેમની છબીને માળા અપર્ણ કરવામાં આવેલ . સ્વચ્છતા સપથ લેવામાં આવેલ તે ઉપરાંત ગામના જાહેર સ્થળોની સાફ સફાઈ થઈ હતી.મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અનુસંધાને ટોપીઓનું તેમજ પ્લાસ્ટિક વ્યવસ્થાપન અનુસંધાને કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યુ હતું