AHAVADANG

ડાંગ જિલ્લામાં જુના મોબાઇલ ખરીદ/વેચાણ કરતા વેપારીઓ માટે રજિસ્ટર નિભાવણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું…

વાત્સલ્યમ્ સમાચાર

    મદન વૈષ્ણવ

સંભવિત ગુન્હાઓમાં વપરાતા મોબાઇલ, તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાઓમાં જુના મોબાઇલ ખરીદ/વેચાણ સહિત નવા સીમ કાર્ડનું વેચાણ કરતા વેપારીઓ તરફથી, આવા મોબાઇલ ખરીદતાં/વેચતા વ્યક્તિની ઓળખ થઈ શકે, તેમજ ગુન્હાના મૂળ સુધી પહોંચી, સાચા આરોપીને પકડી શકાય, તથા આવા સંભવિત ગુન્હાઓ નિવારી શકાય તે માટે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિ.કે.જોષી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યમાં નોંધાતા ગુન્હાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ, તેમજ મોબાઇલ ચોરીઓના બનાવો જોતા, આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલા, અથવા ગયેલા મોબાઇલ ફોનના આઈ.એમ.ઈ.આઈ. નંબરનું ટ્રૅકિંગ કરીને, ગુન્હાના મુળ સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખતે મોબાઈલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેમણે કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ફોન ખરીદેલો હોય છે. જે મોબાઇલ વહેંચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. મોબાઇલ ટ્રૅકિંગ કરી અને ગુન્હાના મુળ સુધી પહોંચે ત્યારે ઘણી વખત એવું જાણવા મળે છે કે, તે મોબાઇલ કોઈ અજાણી વ્યક્તિએ આપેલ છે, અને જેને તેઓ ઓળખતા હોતા નથી. જેથી તપાસમાં કોઈ ફળદાયક હકીકત મળી શકતી નથી.

આ બાબતે કોઈ પણ વ્યકિતઓ મોબાઈલ સીમ કાર્ડ, હૅન્ડ સેટ વિગેરે ઓળખ કાર્ડ વિના, અથવા કોઈ પણ ઓળખ પત્ર વગર લેનાર/વહેંચનારની જવારદારી નક્કી કરવા, અને પ્રસ્તુત બાબતે આવા ગુન્હાઓના મુળ સુધી પહોંચી, સાચા આરોપીઓને શોધી કાઢવા માટે, જુના/નવા મોબાઇલ/સીમ કાર્ડ વપરાશકારે, તે મોબાઈલ/સીમ કાર્ડ કોની પાસેથી ખરીદેલ અથવા કોને વેચાણે આપેલ છે તે અંગે, ખરીદતાં/વેચતા વેપારી દ્વારા નિયત રજિસ્ટર નિભાવવામાં આવે તે માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ની કલમ – ૧૬૩ મુજબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિ.કો.જોષી દ્વારા સમગ્ર ડાંગ જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં નીચે મુજબના કૃત્યોનું પાલન કરવા માટે ફરમાન કરવામા આવ્યુ છે. જે મુજબ વેપારીએ જુના મોબાઇલ ખરીદ/વેચાણ, નવા સીમ કાર્ડ વેચાણ કરતા વેપારી દ્વારા રજિસ્ટર નિભાવવાનું રહેશે, અને તેમાં વિગતો નોંઘવાની રહેશે. જેમા જુના મોબાઇલ ખરીદ કરનાર અને વેંચનારે જે તે વખતે મોબાઈલની વિગત/કંપનીનું નામ, IMEI નંબર, મોબાઇલ વેંચનાર/ખરીદનારના નામ સરનામાની વિગત, આઈ.ડી પ્રુફની વિગતો, તેમજ નવા સીમ કાર્ડ વેંચાણ કરતી વખતે વેપારીએ પાસે સીમ કાર્ડની વિગત/કંપનીનું નામ, સીમ કાર્ડ ખરીદનારના નામ સરનામાની વિગત, સીમ કાર્ડ ખરીદનારના આઇ.ડી.પ્રુફની વિગત, સીમકાર્ડ ખરીદનારની સહિ વિગેરેનુ રજિસ્ટર નિભાવવાનુ રહેશે. આ જાહેરનામું આગામી તા. ૨૨/૧૧/૨૦૨૫ ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૨૨૩ મુજબ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓ દ્વારા દંડ અને સજા કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!