MORBI:ભાવનગર વિશ્વાસઘાત/છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસ્તો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો
MORBI:ભાવનગર વિશ્વાસઘાત/છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસ્તો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો
ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત/છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી મોરબી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સ્ટાફને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, ભાવનગર જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત/ છેતરપીંડીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી નાસીરઅલી અમીરઅલી ધારાણી રહે.૫૦૩,પુજન હાઇટ્સ દાઉદી પ્લોટ શેરી નં-૨ મોરબીવાળો હાલે પુજન હાઇટ્સ ફલેટ નં -૧૦૨ ખાતે આવેલ હોવાની બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા છેતરપીંડીના ગુન્હાના નાસતો ફરતો આરોપી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોપી આપવા તજવીજ કરેલ છે.
આમ, ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત/છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.