Jasdan: જસદણના જીલેશ્વર પાર્કમાં સ્વચ્છતા અને શ્રમદાનની મહેક ફેલાઇ
તા.૨૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
એક દિવસ, એક કલાક, એક સાથે નેચરલ ક્લબ ટીમ અને નગરપાલિકાના કર્મચારીઓનો પ્રેરણાદાયી પ્રયાસ
Rajkot, Jasdan: વહેલી પરોઢે જોગિંગ કરતા હોય તે જગ્યા જો સ્વચ્છ અને નિર્મળ હોય તો સરસ પોઝિટિવ એનર્જી આવે. તન, મનને તાજગીસભર અને સ્વસ્થ રાખવા સુઘડ વાતાવરણ નિરામય આરોગ્ય બક્ષે. આ જ સંદેશ સાથે રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલા જીલેશ્વર પાર્ક ખાતે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમ અન્વયે ખાસ સફાઈ ઝુંબેશ અપનાવી સંપૂર્ણ બગીચાની સફાઈ કરવામાં આવી હતી. વોક-વે અને બગીચામાં રહેલો નકામો કચરો, ખરેલા પાન, ઝાડી- જાખરાની નેચરલ ક્લબ ટીમ અને નગરપાલિકાના કર્મચારીઓના સહકારથી સફાઈ કરી બગીચાને રમણીય અને સુંદર બનાવી દીધો હતો.
‘સ્વચ્છતા એ માત્ર ફરજ નથી, પરંતુ સંસ્કાર છે’ ના મેસેજ સાથે એક દિવસ, એક કલાક, એક સાથે નેચરલ ક્લબ ટીમ અને નગરપાલિકાના કર્મચારીઓની પ્રેરણાદાયી પહેલને જસદણવાસીઓએ વધાવી લીધી છે.