GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં NDPS તથા શરીર સંબંધી ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે 

TANKARA:ટંકારામાં NDPS તથા શરીર સંબંધી ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે

 

 

એન.ડી.પી.એસ/શરીર સબંધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

ટંકારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ તથા શરીર સબંધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ એન.ડી.પી.એસ તથા શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપી નિજામભાઇ ઇબ્રાહીમભાઇ આમરોણીયા રહે. કલ્યાણપર રોડ, સો-વારીયા પ્લોટ આશાબાપીરની દરગાહ પાસે ટંકારા તા.ટંકારા વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવામાટે પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમ બનાવી સામાવાળા આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.

Back to top button
error: Content is protected !!