GUJARATJUNAGADHKESHOD

કેશોદ એસ.ટી.ડેપો દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

કેશોદ એસ.ટી.ડેપો દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારત દેશમાં સ્વચ્છતા નું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છોત્સવ ૨૦૨૫ અભિયાનમાં કેશોદ એસ.ટી.ડેપો દ્વારા તારીખ જુદી જુદી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે એક ઝુંબેશ ચાલી રહી છે .આ ઝુંબેશ માં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા મુસાફરો અને દેશની જનતાને સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવવા એસ.ટી.બસ,બસ સ્ટેશન કે જાહેર સ્થળોએ કચરો ના કરવા અને સ્વચ્છતા પ્રત્યે સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ ડેપો પર ઉપસ્થિત અને બસમાં મુસાફરી કરતા લોકોને સ્વચ્છતા જાળવવા સંદેશ પાઠવ્યો હતો.આ કાર્યક્રમમાં કેશોદ એસ.ટી.ડેપોના સ્વચ્છતા પ્રિય મેનેજર બી.જી.ભીલ, લાયઝન ઓફિસર સંજયભાઈ કાનપરા, પાર્સલ વિભાગના સિધ્ધરાજસિંહ રાયજાદા, એ.ટી.આઈ.પ્રવિણભાઈ ડાંગર આદર્શ નિવાસી શાળાના આચાર્ય બી.એસ.ભાવસાર,ડોક્ટર હમીરસિંહ વાળા,એમ.ડી.દાહીમાં,એચ.એસ.મુછાળ,દિનેશભાઈ મારુ,એસ.ટી.ડેપોના સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!