
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ટીંટોઇ ગામના યુવા-સક્ષમ સરપંચનો તાજ ઉમેદવાર પ્રદીપભાઈ પટેલના શિરે,ડી.જે.ના તાલે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું
પેટા બોક્સ:- ટીંટોઇ ગામમાં છેલ્લા આશરે ૪૫ વર્ષ પછી પટેલ સમાજના યુવા ઉમેદવાર સરપંચ બનતા પટેલ સમાજ તેમજ ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી
પેટા બોક્સ:- ટીંટોઇ ગામના હિન્દુ-મુસ્લિમ તથા મકરાણી સમાજે સરપંચ પ્રદીપભાઈ પટેલ નું ફુલહારથી ભવ્ય સ્વાગત કરી આશીર્વાદ આપ્યા
પેટા બોક્સ:- ટીંટોઇના ગ્રામજનો, સમર્થકો તથા ટેકેદારો વિજય સરઘસમાં ડી.જેના તાલે જુમી ઉઠ્યા
પેટા બોક્સ:- નવા સરપંચનું ટીંટોઇ મેઈન બજારમાં વેપારીઓ દ્વારા મોં મીઠું કરાવી ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું
ગત તારીખ ૨૨ જૂન ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી લોકશાહીના પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું તારીખ ૨૫ જૂન ના રોજ પંચાયતની ચૂંટણીનું પરિણામ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું મોડાસા તાલુકાના ટીંટોઈ ગ્રામ પંચાયતમાં પણ સરપંચની ચૂંટણીમાં આઠ ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં ટીંટોઇ ગામના યુવા ઉમેદવાર પ્રદીપભાઈ રામાભાઈ પટેલ ૧૫૨૫ મતોથી વિજયી ઘોષિત કરાયા હતા જેને લઇ ટીંટોઇ ગામમાં ઉમેદવારો વચ્ચે કંઈ ખુશી કહી ગમ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સમસ્ત ગ્રામજનો દ્વારા પ્રદીપભાઈ પટેલને સરપંચ પદ ની જીતને વધાવી લીધી હતી પ્રદીપભાઈ પટેલ ની જીતની ખુશીમાં તેમના દ્વારા વિજય સરઘસ ડી.જે.ના તાલે નીકળ્યું હતું વિજય સરઘસ માં ગ્રામજનો વેપારીઓ ટેકેદારો સમર્થકો મતદારો જૂમી ઉઠ્યા હતા ટીંટોઇ ગામના વેપારીઓ તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વિજય થયેલા સરપંચ પદના ઉમેદવાર ને મો મીઠું કરાવી ફુલહારથી સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા વિજય ઉમેદવાર પ્રદીપભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ટીંટોઇ ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે કોઈપણ જાતના ભેદભાવ વગર સમગ્ર સમાજના વિકાસ માટે કાર્યશીલ રહીશ અને તમામ નાના-મોટા વર્ગોને ન્યાય આપવાની મારી પ્રાથમિકતા રહેશે તમામ મતદારોએ મને જંગી બહુમતીથી જીતાડવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો
બોક્સ:- જંગી મતોથી વિજયી થયેલ ઉમેદવાર પ્રદીપભાઈ રામાભાઇ પટેલ ને મળેલ મત -૧૫૨૫
બોક્સ:- પરાજીત થયેલ સરપંચ ઉમેદવારોને મત મળ્યા ની યાદી
(૧) મહંમદ સમીર મોહમ્મદ હુસેન બાંડી-૧૩૧૨
(૨) મયુરધ્વજ સિંહ બલવંતસિંહ ચંપાવત-૧૦૩૮
(૩) રાહુલ કુમાર કચરાભાઈ સોલંકી-૪૦૧
(૪) અબ્દુલ કાદર ગુલામ હુસેન ટીંટોઈયા-૩૦૫
(૫) નારણભાઈ મુળાભાઈ રાઠોડ-૨૩૦
(૬) સાહિલ કુમાર સતિષભાઈ રાવળ-૧૭૪
(૭) જીતેન્દ્રકુમાર મોંઘાભાઈ પ્રણામી-૪૫




