અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : અર્બુદા રંગતાળી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયા મન મૂકીને ગરબે રમ્યા :- કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવો…….
મોડાસા શહેરમાં નવરાત્રીના ના ચોથા નોરતે ખેલૈયાઓ મન મૂકી ને નાચ્યા. મોડાસા શહેરમાં હવે એક પછી એક નોરતાના દિવસો પસાર થતા ખેલૈયા પણ થનગનાટ મચાવવા આતુર બન્યા છે વિવિધ પોષાકમાં સજ્જ થઈ ભક્તિની આસ્થા સાથે ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે મોડાસા કુમકુમ પાર્ટી પ્લોટમાં થતી અર્બુદા રંગતાળી મહોત્સવ 2025 નું સુદંર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચોથા નોરતે અર્બુદા રંગતાળી નવરાત્રીમાં લોક ગાયક સાગર પંચાલ અને પિંકી પટેલ ખેલૈયા ને મન મૂકી નચાવ્યા હતા. દેશી ગરબા સાથે પ્રાચીન ગરબાની રમઝટ બોલાવી હતી. અર્બુદા રંગતાળી નવરાત્રીમાં સૌ કોઈ પરિવાર સાથે ગરબે ઘૂમી રહ્યા છે માં ની આરાધના સાથે ચોથા નોરતે મોટી સંખ્યામાં ગરબે ઘૂમી માં ની આરાધના કરી હતી