શ્રી એલ. વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌમોટા લાયન્સ ક્લબ ઓફ ડીસા અને NSS યુનિટ દ્રારા ‘નમો કે નામ’ નેત્ર તપાસ અને ડાયાબિટીસ, બીપી ચકાસણી કેમ્પ યોજાયો
26 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી.એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલમાં ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓના આંખનો નંબર ચેક કરવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં 475 બાળકોના આંખોના નંબર ચેક કરવામાં આવ્યા, જે પૈકી 53 બાળકોની આંખોના નંબરની ઉણપ જોવા મળી. તેમજ શાળાના સ્ટાફ અને બાળકો ના નેત્ર તપાસ ની સાથે ડાયાબિટીસ, બી.પી ચેક પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ ડીસાના મંત્રી લા. શ્રીહિતેશભાઈ અવસ્થી ના માર્ગદર્શન થી અને લા. શ્રીપ્રવીણભાઈ ત્રિવેદી તથા શ્રીઉત્તમભાઈ ની સુંદર સેવા થકી યોજયો. તેમની ટીમ દ્રારા વિદ્યાર્થીઓને સ્વાસ્થ અને આંખ વિશેની સારી સમજુતી આપી માહિતગાર પણ કર્યા હતા. શાળાના પ્રધાનાચાર્યશ્રી નટુભાઈ જોષીએ પણ લાયન્સ ક્લબ ઓફ ડીસાની ટીમ નું ભારતમાતા ની પ્રતિકૃતિ આપી સન્માન કર્યું અને જરૂરિયાત વાળા બાળકોને નિઃશુલ્ક ચશ્મા આપવાની લાયન્સ ક્લબ ઓફ ડીસા ની સેવાભાવનાને બિરદાવી આભાર વ્યકત કરી શાળાના વિદ્યાર્થીઓને સ્વાસ્થ સંબંધી વાત પણ કરી હતી .બાળકની કંઈ ઉણપ ધ્યાને આવતાં તેના વાલીને જાણ પણ કરી. શાળાના NSS યુનિટ દ્વારા કેમ્પ નું આયોજન અને તમામને ચા -નાસ્તા નું સુંદર આયોજન પ્રો.ઓ.શ્રી કનુભાઈ તેમજ સમગ્ર સ્ટાફ ના સહયોગ થી કરવામાં આવ્યું હતું.આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શાળામાં નેત્ર તપાસ, બીપી અને ડાયાબિટીસ તપાસ લાયન્સ ક્લબ ઓફ ડીસાના સહયોગથી તેમજ શાળા પરિવાર અને NSS દ્વારા કરવામાં આવી તે બદલ સમૌમોટા કેળવણી મંડળે અને વાલીઓ શુભેચ્છા પાઠવી હતી.