GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગુજરાત સરકાર પાસે એચ.ટી. મકવાણા જેવા નાયબ કલેકટર અધિકારી કેટલા? મોરબીનાં નાયબ કલેક્ટરની શંકાસ્પદ ભૂમિકાથી ઉઠેલા સવાલ!

MORBI:ગુજરાત સરકાર પાસે એચ.ટી. મકવાણા જેવા નાયબ કલેકટર અધિકારી કેટલા? મોરબીનાં નાયબ કલેક્ટરની શંકાસ્પદ ભૂમિકાથી ઉઠેલા સવાલ!

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્યમ્ સમાચાર મોરબી)


ગુજરાત સરકાર ઝીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબૂદીના દાવા કરે છે પણ કેટલાક રાજ્ય સેવકોએ શેઠની શિખામણ જાપા સુધી જેવી માનસિકતા અપનાવીને મળેલી સતા નો દુરુપયોગ કરીને અંગત કમાણી કરી રહ્યા છે તેવી વારંવાર ફરિયાદો ઉઠી છે અને આક્ષેપો પણ થાય છે આવા આપ ગેરરીતી- ભ્રષ્ટાચાર નાં વાતાવરણ માં પણ ખારા સમંદર માં મીઠી વીરડી ની જેમ ઘણા અધિકારીઓ પ્રમાણિકતાથી ફરજ બજાવે છે જેમાં ટોપ મોસ્ટ ટ નામ આવે છે નાયબ કલેકટર એચ.ડી. મકવાણા જેઓ ચોટીલાનાં પ્રાંત અધિકારી છે. મોરબીમાં ફરજ બજાવતા નાયબ કલેક્ટર સુશીલ પરમાર અને ચોટીલાનાં નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા બન્ને એક જ કેડર નાં અધિકારી છે. બન્નેને સરખી જ સત્તા અને અધિકારીઓ મળ્યા છે. પણ બન્ને ની કામગીરીમાં જમીન આસમાન નો ફેર છે. નાયબ કલેકટર એચ.ડી. મકવાણાએ ખનીજ ચોરી જેવા દૂષણને ભોય ભેગું કરી દીધુ છે. શોર્ટકર્ટ નાં રસ્તે પૈસાદાર બનેલાં ખનીજ માફીયાઓ ને ધોળા દિવસે તારા બતાવી દીધા. ખનીજ ચોરી અંગેના દંડનીય કામગીરી કરીને આવા ખનીજ માફિયાઓની આર્થિક કરોડરજ્જુ ભાંગી નાખી છે. આ ઉપરાંત લોકોના જન આરોગ્ય સાથે ખીલવાડ કરતાં પ્રદૂષણ ઓકતા કારખાના ને પણ સીલ કરી દીધું છે. જ્યારે મોરબીના નાયબ કલેક્ટરને પણ એટલી જ સત્તા હોવા છતાં એમણે એકપણ ખનીચોરી નું ડમ્પર પકડ્યું હોય તેવું જણાતું નથી. તેમના સમયમાં જમીનનાં જે ગોટાળા થયા છે તેમાં ખુદ સરકારે સીઆઇડી ક્રાઈમને તપાસ સોંપી છે અને તપાસ શરૂ કરાવી છે. જેમાં તેમની ભૂમિકા બહાર આવી છે. ત્યારે સવાલ ઉભો થયો છે કે ગુજરાત સરકાર પાસે એચ.ટી. મકવાણા જેવા અણીશુદ્ધ પ્રમાણિક અધિકારી કેટલા! સરકારે ગંભીરતાથી કોઈની શેર શરમ વગર રાખ્યા વગર ભ્રષ્ટાચાર આચરતા કોઈપણ અધિકારી વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરીને ઝીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબૂદ ની વાતને સાર્થક કરવી જોઈએ તેવું ગુજરાતની જનતા ઈચ્છે તે અને બુદ્ધિજીવીઓ આવી વાતને સમર્થન કરે છે.

બોક્સ:- આ ગેરરીતિ ભ્રષ્ટાચાર નાં વાતાવરણ માં નખશિખ પ્રમાણીક અધિકારી પોતાની સતા નો પ્રમાણીક ઉપયોગ કરી ને લોક ઉપયોગી કાર્ય કરે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવે ત્યારે તેનો ઉત્સાહ ટકી રહે મોરલ તુટે નહીં તે માટે તેમની કામગીરી નેં બીરદાવવી જોઈએ. એચ ટી મકવાણા નેં લોકો સલામ આપી નેં પ્રોત્સાહિત કરે છે. અને મોરબી નાં સીનિયર પત્રકાર શ્રીકાંત પટેલ અને યુવા પત્રકાર ઘવલ ત્રિવેદી દ્વારા તેમને કામગીરી નેં બીરદાવી નેં અભિનંદન આપ્યા..

Back to top button
error: Content is protected !!