ઝઘડિયાના ઉમલ્લા ખાતે જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં હેલ્થ કેમ્પ: મહિલાઓ અને બાળકોને મળી નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન
દેશની નારી શક્તિને સશક્ત કરવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો ધમધમાટ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે એક વિશેષ મેગા હેલ્થ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ મહત્વપૂર્ણ કેમ્પ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર સિંહ વાસદીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
વ્યાપક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન ચાલનારા આ રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે યોજાયેલા કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરી, રાષ્ટ્રના આરોગ્ય પરિદ્રશ્યમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. ઉમલ્લા ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોએ લાભ લીધો હતો.
કેમ્પમાં મહિલાઓ અને બાળકો માટે નિઃશુલ્ક સ્ક્રીનિંગ, નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી, જેમાં કૅન્સર, ક્ષય રોગ (TB), એનીમિયા, ડાયાબિટીસ, બીપી (હાયપરટેન્શન) સહિત આંખ, કાન, નાક અને ગળાના રોગોની સઘન તપાસ કરવામાં આવી.માતૃત્વ અને બાળ કલ્યાણ: ગર્ભવતી મહિલાઓ માટે પ્રસૂતિ પૂર્વ સેવાઓ (ANC) અને બાળકો માટે જરૂરી રસીકરણની સેવાઓ પણ આપવામાં આવી.
ઈરફાન ખત્રી
રાજપારડી