GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા મળેલી સંકલનની ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં.આ બેઠકમાં દબાણ,ગૈાશાળા,ગેરકાયદેસર રેતીની ચોરી,રોડ રસ્તા રીપેરીંગ, માપણી,જમીન, વિકાસલક્ષી કામો, માર્ગ અને મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.આ બેઠક બાદ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની પણ જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પીએમ સૂર્ય ઘર યોજનાની પ્રગતિની સમીક્ષા કલેક્ટર શ્રી એ કરી હતી. તેમજ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ બંને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ પરીક્ષાને સફળ બનાવવા શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને કલેક્ટર શ્રી ના હસ્તે સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત તાજેતરમાં બનાસકાંઠામાં ઘાસચારો મોકલવા અંગેની કામગીરીમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓને કલેકટરશ્રીના હસ્તે બીરદાવવામાં આવ્યા હતા.આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર,જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા,નાયબ વન સંરક્ષકશ્રી પ્રશાંત તોમર ,નિવાસી અધિક કલેકટર સુશ્રી બી. એસ. બારડ સહિતના સંલગ્ન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!