અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા અરવલ્લી જિલ્લામાં આદિ કર્મયોગી અભિયાન અમલી
ભારત સરકાર દ્વારા ધરતીઆબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) ના ભાગરૂપે Aadi Karmyogi- Responsive Governance Program જાહેર કરેલ છે. જે અન્વયે અરવલ્લી જિલ્લાના ફૂલ ૧૨૭ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. અરવલ્લી જિલ્લાના આદિજાતિ ગામોમાં ઉક્ત અભિયાન અંતર્ગત વિલેજ એક્શન પ્લાન ૨૦૩૦ તૈયાર કરવામાં આવ્યો. આદિ કર્મયોગી ભારતનું સૌથી વિશાળ આદિવાસી નૈતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે આ આભિયાન હેતુ ૨૦ લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે.આ કાર્યક્રમ અંતર્ગત પ્રાયોજના વહીવટદાર અરવલ્લી દ્વારા આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વિલેજ ડેવલપમેન્ટ પ્લાન બાબતે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ માર્ગદર્શન અપાયું. અરવલ્લી જિલ્લાના સુંદર અભિયાનમાં સમાવેશ કરેલ ગામોમાં આદિ સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી તથા ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનો, સરપંચશ્રી, તલાટીશ્રી, આદિ સાથી, આદિ સહયોગી તેમજ ગામના આગેવાનો સાથે ટ્રાન્ઝિટ વોક કરી ગામોની વિવિધ ખુટતી સુવિધાઓ ધ્યાને લઈને વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે.