વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. ઝેડ.પી. પટેલ,વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વી.કે., વઘઈ ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે.બી. ડોબરીયા ના માર્ગદર્શન હેઠળ ચાલતા કે.વી.કે., વઘઈ દ્વારા તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા. ૨૬/૦૯/૨૦૨૫ ના દરમિયાન “ટેક્નોલોજી વીક” તેમજ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ તાલીમની ઉજવણી હર્ષદભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કે.વી.કે., વઘઈ ખાતે કરવામાં આવી હતી.
આ ટેક્નોલોજી વીક ની ઉજવણી અંતર્ગત વિજયભાઈ પટેલ (માનનીય નાયબ દંડક ગુજરાત વિધાનસભા તથા ધારાસભ્ય આહવા-ડાંગ) ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમણે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે આહવાન કર્યું હતું તથા એકબીજાના સહકારથી એકજૂથ થઈને પ્રાકૃતિક ખેત પેદાશોનું માર્કેટિંગ કરવા પર ભાર મૂક્યો હતો. ટેક્નોલોજી વીક ના દરેક દિવસની થીમ પ્રમાણે એગ્રીકલ્ચર, બાગાયત, ફોરેસ્ટ્રી તેમજ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાતો ને આમંત્રણ આપી ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમ્યાન ખેડૂતોમાં આધુનિક ખેતી અંગેનું માર્ગદર્શન મેળવી ઓછા ખર્ચે વધુ આવક મેળવે તેવા શુભ આશયથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈ દ્વારા વિવિધ કૃષિ પ્રદર્શન-વ-પરિસંવાદ, કૃષિ મેળો, ખેડુત શિબિર, કિસાન ગોષ્ઠી, વ્યાખ્યાન, એક્ઝીબીશન, ફીલ્મ શો, ફાર્મ વિઝીટ, ડાયગ્નોસ્ટીક પ્રેકટાઈસીસ, મેથડ ડેમોસ્ટ્રેશન, ફોલ્ડર વિતરણ વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેક્નોલોજી વીક દરમિયાન જીવામૃત, બીજામૃત તેમજ અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક ખાતરો અને પ્રાકૃતિક રસાયણો બનાવતા ખેડૂતોને શીખવવામાં આવ્યું હતું. તથા પ્રાકૃતિક ખેતીના નિદર્શન ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણીની સાથે સ્વચ્છતા હિ સેવા તેમજ પોષણ માહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેક્નોલોજી વીક અંતર્ગત ડૉ. હેમંત શર્મા, ડૉ. એમ. બી. ટંડેલ, ડૉ. અજય પટેલ, ડૉ. પરેશ વાવડીયા, ડૉ. મહાવીર ચૌધરી, શ્રી. સંજય ભગરીયા, બાલુભાઈ પટેલ તેમજ તુષારભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ૧૬૦૦ થી વધુ ખેડૂત ભાઈયો તેમજ બહેનો ઉપસ્થિત રહી વિવિધ રીતે પ્રાકૃતિક રસાયનો અને ખાતર બનાવનો અને ઓછા ખર્ચે મબલક પાક મેળવવા અંગેની જીણવટભરી માહિતી મેળવી હતી..