NATIONAL

માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો તેમની સંપત્તિમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે. : Supreme Court

માતા-પિતાની મિલકત પર સંતાનોના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો તેમની સંપત્તિમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે. આ ચુકાદામાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે એક વૃદ્ધ પિતાને તેમની પૈતૃક મિલકતનો કબજો પાછો અપાવ્યો છે, જે તેમના જ દીકરાએ પચાવી પાડ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે, માતા-પિતાના અધિકારો પર ભાર મૂકતા જણાવ્યું કે, માતા-પિતા તેમની મિલકતમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે. કોર્ટે ‘મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઑફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ-2007’નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, આ કાયદા હેઠળ ટ્રિબ્યુનલને એવા સંતાનોને સંપત્તિમાંથી બેદખલ કરવાનો અધિકાર છે જેઓ વૃદ્ધ માતા-પિતાને રહેવા-ખાવા અને તેમની સંભાળની જવાબદારીમાંથી દૂર ભાગે છે અથવા તેમની ઉપેક્ષા કરે છે.

આ કેસમાં એક વૃદ્ધે વૃદ્ધાવસ્થામાં સંભાળ ન લેવા બદલ પુત્ર વિરુદ્ધ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી. ટ્રિબ્યુનલે તેમના પુત્રને સંપત્તિમાંથી બેદખલ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે બોમ્બે હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આ આદેશને અમાન્ય ગણ્યો, જેના કારણે વૃદ્ધાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના આદેશને પલટાવતા કહ્યું કે, 2007નો કાયદો વૃદ્ધ વ્યક્તિઓની દુર્દશા દૂર કરવા, તેમની દેખભાળ અને સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ, જો સંતાન માતા-પિતાની જવાબદારી ન સંભાળે તો તેઓ સંપત્તિ પરનો હક ગુમાવી શકે છે.

આ નિર્ણય વૃદ્ધ માતા-પિતા માટે એક મોટી રાહત સમાન છે, જેઓ પોતાના સંતાનો દ્વારા કરાતી ઉપેક્ષા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય રક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!