અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના સાકરીયા ગામે સ્વયંભુ સૂતા હનુમાન મંદિરે પ્રસિદ્ધ લોક ગાયિકા કાજલ મહેરિયા દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી
નવરાત્રિના પાવન પર્વ પર મોડાસાના ખેલૈયાઓમાં આગવું સ્થાન ધરાવતી રમઝટ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને રાસ-ગરબાની રમઝટ જમાવવા ગુજરાતની પ્રસિદ્ધ લોક ગાયિકા 5 માં નોરતે કાજલ મહેરિયા રમઝટ નવરાત્રી મહોત્સવ આવી પહોંચી હતી…રમઝટના સ્ટેજ પર આવતા પહેલા ગુજરાતના એક માત્ર સૂતા અને આરામ મુદ્રામાં બિરાજમાન મોડાસા તાલુકાના સાકરીયા ભીડભંજન હનુમાન મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. લોક ગાયિકા કાજલ મહેરિયાએ દાદાની અલૌકિક પ્રતિમાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા અને દાદાની પાવન ભૂમિ પર આવતા ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.ત્યારે કાજલ મહેરીયા સાથે અને સોશિયલ પ્લેટફોર્મ પર પરપોટા નામથી છવાયા છે તેવા કલ્પ ત્રિવેદી સાથે શો એન્ડ સાઉન્ડ ઓર્ગેનાઈઝ રાજ ઓરક્રેસ્ટાના ચંદ્રેશ સોની સહિત દાદાના નવ નિર્માણ પામતા મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.લોક પ્રસિદ્ધ કાજલ મહેરિયાને રમઝટ નવરાત્રી મહોત્સવના સ્ટેજ પર સાકરીયા ગામના યુવાનો દ્વારા દાદાની છબી અર્પણ કરીએ સન્માનિત કર્યા હતા ત્યારે હજારો ખેલૈયાઓને આગામી શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા 14-15- 16 એપ્રિલ 2026 ના ભવ્ય મંદિર પ્રતિષ્ઠામાં આમંત્રણ પાઠવતા ભીડભંજન દેવ સાકરિયાને ગીતોના સૂરમાં લોક ગાયિકા કાજલ મહેરિયાએ સૌ ખેલૈયાઓને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.