MORBI:મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ની કાર્યવાહી: ત્રણ ડમ્પરો પકડાયા!
MORBI:મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ની કાર્યવાહી: ત્રણ ડમ્પરો પકડાયા!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી )
મોરબી જિલ્લામાં બેફામ ખનીજચોરી થઈ રહી છે જેમાં ખાણ ખનીજ વિભાગ સહિતના અન્ય વિભાગોની પણ જવાબદારી છે ખનીજ ચોરી રોકવાની પણ મોટાભાગે ખાણ ખનીજ વિભાગ જ ખનિજ ચોરી રોકવા ની કામગીરી કરે છે. મોરબી માળિયા હાઇવે ઉપર થી ખનિજ ચોરી પકડી ને પોલીસ સ્ટેશનમાં ડમ્પરો સીઝ કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આજે પણ માંડલ રાતાભેર પાસે ત્રણ ડમ્પરો ખાણ ખનીજ વિભાગ નાં અધિકારીઓ એ પકડી પાડ્યા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી જિલ્લા ભુસ્તરશાત્રીશ્રી મોરબી જે. એસ. વાઢેર સાહેબની સૂચનાથી તેમની ક્ષેત્રીય ટીમનાં રોયલ્ટી ઇસ્પેક્ટર રવિ કણસાગરા તથા માઇન્સ સુપરવાઇઝર મિતેશ ગોજિયા દ્વારા મોરબી હળવદ રોડ ઉપર નીચી માંડલ તેમજ રાતાભેર વિસ્તારમાં ખનીજ ચોરીની ફરીયાદો અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન ડમ્પર નંબર GJ-36-T-8007 ને મોરમ અને GJ-36-V-3091 તથા GJ-36-V-2424 ને ફાયરક્લે ખનીજના ગેરકાયદેસર વહન બદલ પકડીને ત્રણેય ડમ્પરોને સીઝ કરી આગળ ની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે સીઝ કરવામાં આવ્યા છે કુલ નેવું લાખ નો મુદ્દામાલ પકડાયો છે તેવું જાણવા મળ્યું છે.