નસવાડી તાલુકાના કુકાવટી ગામે બ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ તેમજ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું
MUKESH PARMAR3 hours agoLast Updated: September 27, 2025
8 Less than a minute
મુકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકાના કુકાવટી ગામે અશ્વિન નદી ઉપર 6 કરોડ 82 લાખના ખર્ચે નવીન બનનાર બ્રિજનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ ધારાસભ્યના અભેસિંહ તડવી ના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે બ્રિજનું ખાત મુહર્ત કરવા પહોંચેલા ધારાસભ્ય અભેસિંગ તડવીને ગામના લોકોએ ખભે બેસાડી નચાડ્યા હતા જ્યારે આ બ્રિજ બનવાથી વાઘીયામહુડા,સુકાપુરા,વેગરનાર,સિંધીકુવા(ન),વેલારી જેવા ગામોને ફાયદો થશે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,જીલ્લા મહામંત્રી ડી.એફ પરમાર, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ચેતનભાઈ મેવાસી,જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ ભીલ,તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ,પૂર્વ એસ.ટી ડિરેક્ટર જશુભાઈ ભીલ,, કાર્યકર્તાઓ ગામના સરપંચ તેમજ આજુબાજુ ના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.