MORBI:મોરબીના બગથળા ગામે બહુચરાજી માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોરબીના બગથળા ગામે બહુચરાજી માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
બગથળા ગામ માં ઠોરિયા પરિવાર નાં કુળ દેવી શ્રી રાજ રાજેશ્વરી શ્રી બહુચરાજી માતાજી નો ભવ્યા તિત ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાં 3.10.25 થી 5.10.25 સુધી ભવ્ય રીતે ઉજવવામાં આવશે.આ કાર્યક્રમ મા ઠોરિયા પરિવાર નાં 23 ગામો જોડાયા છે.તાં 5.10.25 નાં રોજ સાંજે 3.00 થી 6.00 ધર્મ સભા રાખેલ છે.જેમાં શ્રી નકલંક મંદિર બગથળા નાં મહંત શ્રી દામજી ભગત,હળવદ જૂના સ્વામિનારાયણ મંદિર થી પૂજય ભક્તિનંદન સ્વામી,તેમજ સરસ્વતી આશ્રમ નાં આધ્યાત્મિક વક્તા શ્રી ભાણદેવજી જેવા સંતો પધારી ને આશીર્વચન આપશે. આં પોગ્રમામાં તાં 2.10.25 નાં સાંજે માતાજી નિ જ્યોત નાં ભવ્ય રીતે સાંજે 4 કલાકે સામૈયા કરવામાં આવશે.અને તાં 3.10.25 નાં સવારે 8 કલાકે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થશે જેમાં તાં 4.10.25 નાં સાંજે 4 કલાકે જલ યાત્રા અને રાત્રે 9 કલાકે માતાજી નિ ભવ્ય શોભા યાત્રા નીકળશે.અને તાં 5.10.25 નાં સાંજે 3 થી 6 ધર્મ સભા તેમજ દાતા નાં સન્માન નો કાર્યક્રમ રાખેલ છે.તેમજ સાંજે 7000 માણશો નો જમણવાર પણ છે.આં પરિવાર મા 23 ગામ નાં ઠોરિયા પરિવાર નાં સભ્યો સામેલ છે.જેમાં બગથળા, ફગસિયા, તરઘરી, સરવડ,પીપળીયા,રામનગર,હજનાલી, ચમનપર,ખારચિયાં,હમીરપર, ઝીક્યારી, કુંતલપુર,સોલડી,કલ્યાણપુરા, કડી,લક્ષ્મિવાસ, સરવાલ,લક્ષ્મિવાસ,સરધાર,ચરાડવા,માનસર,કાંતિપુર,બરવાળા, આમ 23 ગામ નાં પરિવાર સાથે મળી ને આં મંદિર બનાવેલ છે.એમ પ્રમુખ શ્રી ભગવાનજી ભાઇ એલ ઠોરિયા અને મંત્રી શ્રી એ કે ઠોરિયા ની યાદી જણાવે છે.