તા.૨૭.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગ્રામમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ આદિ સેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું
આદી કર્મયોગી અભિયાનને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA–JGUA) નો ભાગ તરીકે શરૂ કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ ૨૦ લાખ જનજાતીય ટ્રાન્સફોર્મેશન લીડરોનું સર્જન કરવાનો છે. આ અભિયાનનું મિશન દરેક નાગરિકમાં“સેવા, સમર્પણ અને સંકલ્પ”ની ભાવના જગાવીને અસરકારક શાસન તથા સરકારી સેવાઓના સંપૂર્ણ લાભ દરેક સુધી પહોંચાડવાનો છે.દાહોદ જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ઝાલોદ તાલુકાના મઘાનીસર ગ્રામમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના દ્વારા આદિ સેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અને આદિ સેવા કેન્દ્ર ગ્રામજનો માટે ખુલ્લું મૂક્યું હતું. એ સાથે તેમણે Transect Walk નું સંચાલન કરી Village Action Plan વિશે સમજૂતી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગામ સ્તરે આદી કર્મયોગીઓને તાલીમ આપવામાં આવે છે અને ગામ એક્શન પ્લાન તૈયાર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે જ, ગામમાં આદિ સાથી તથા આદિ સહયોગીઓની હાજરીમાં ટ્રાન્સિટ વોકનું આયોજન થાય છે. આ પ્રક્રિયામાં જિલ્લા માસ્ટર ટ્રેનર, બ્લોક માસ્ટર ટ્રેનર, ગામના સરપંચ, તલાટી-કમ-મંત્રી, આંગણવાડી કાર્યકર, આશા કાર્યકર, ગ્રામ પંચાયત સભ્યો, ગામના આગેવાનો, સખી મંડળ બહેનો તેમજ નિવૃત્ત શાસકીય અધિકારીઓ/કર્મચારીઓની સક્રિય હાજરી રહે છે.તમામ ગામોનું કામ પૂર્ણ થયા બાદ જિલ્લા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે, જેથી વિકાસના પ્રયત્નોમાં સેચ્યુરેશન અને ગેપ-ફિલિંગ કાર્ય સંકલિત રીતે થઇ શકે એમ પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીનાએ કહ્યું હતું