તા. ૨૭.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં SSE ઇન્ડિયા અને યુનિસેફના સહયોગથી ૩ તાલુકાના ૨૦ ગ્રામ પંચાયતના સરપંચઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
દાહોદમાં SSE ઇન્ડિયા અને યુનિસેફના સહયોગથી દાહોદ જિલ્લાના 3 તાલુકાની 20 ગ્રામ પંચાયતના સરપંચઓ સાથે સંવાદ કાર્યક્રમ ગુલમોહાર હોટલ દાહોદ ખાતે રાખવામાં આવ્યો. મુખ્ય મહેમાન તરીકે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનશ્રી રંજનબેન અને મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી અતુલભાઈ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં 20 ગ્રામ પંચાયતના સરપંચઓ, બાલિકા પંચાયતની બાલિકાઓ પણ હાજર રહી.આ કાર્યક્રમની શરૂઆતમાં SSE ઇન્ડિયાનો પરિચય આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત કઈ રીતે 20 ગ્રામ પંચાયતમાં કરવામાં આવી, વિવિધ એક્ટિવિટીઓ, સ્પર્ધાઓ, ટ્રેનિંગો, એક્સપોઝર વિઝીટો વગેરે જેવી એક્ટિવિટી કરાવી અને 1000 કિશોરોની પસંદગી કરવામાં આવી. જેમાંથી બધા જ કાર્યક્રમમાં કાયમ માટે હાજર રહ્યા હોય તેવા તેમજ બધી એક્ટિવિટીમાં ભાગ લીધેલ હોય તેવા કિશોર-કિશોરીઓની પસંદગી કરી અને 200 ચેમ્પિયન્સની પસંદગી કરવામાં આવી હતી અને તેમને 21 જીવનમંત્ર ના સફરની તાલીમ પણ આપવામાં આવેલ હતી.મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી આવેલ અતુલભાઇ દ્વારા 181 મહિલા હેલ્પલાઇન નંબર, 1098 ચાઈલ્ડ લાઈન નંબર, વ્હાલી દીકરી યોજના, પોક્સો એક્ટ વગેરે વિશે માહિતી આપવામાં આવી તેમજ પોકસો એક્ટ ને લગતી એક 15 મિનિટની નાની એવી ફિલ્મ બતાવવામાં આવી કેવા કેવા બનાવ બને છે તે દર્શાવતી એક ડોક્યુંમેન્ટરી ફિલ્મ બતાવી હતી.બાલિકા પંચાયતની બાલિકાઓ કે જે સરપંચ અને ઉપસરપંચ તરીકે ચૂંટાઈ આવેલ હતી તેમના અનુભવો રજૂ કરવા માં આવ્યા. અભલોડ ગામની કૃપાલી, ભીલવા ગામની જાના અને ધોળા ખાખરા ગામની સેતેશ્વરી પોતાના અનુભવો રજૂ કર્યા. તેઓ બાલિકા પંચાયતમાં કઈ રીતે ચૂંટાઈ આવ્યા છે?, કેવી કેવી એક્ટિવિટી કરવામાં આવી છે?, ક્યાં ક્યાં તેમને લઈ જવામાં આવ્યા છે?, તેમના અનુભવ શું રહ્યા?, આગળ બાલિકા પંચાયત માં શું કરી શકીએ?, વગેરે બાબતોના અનુભવ તેમને રજુ કર્યા.બાલિકાઓએ જણાવ્યું કે આ કાર્યક્રમ હજુ આગળ વધવો જોઈએ કે જેથી અમે અમારા પ્રશ્નો રજૂ કરી શકીએ અને સમસ્યાઓનો સામનો કરી શકીએ. બાલિકા વધુ એવી જણાવ્યું કે અમે પહેલે આવી રીતે દસ માણસોની વચ્ચે બોલવામાં ડર લાગતો હતો જે ડર હવે દૂર થયો છે. બધી બાલિકાઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી.જાના ને આગળ પોતાનો અભ્યાસ હોસ્ટેલ માં રહી ને કરવો છે તેની પણ ચર્ચા કરી.ત્યારબાદ શારદા ગામના સરપંચ સોનલ બેન તથા શાનુભાઈ દ્વારા સરપંચ તરીકે બાલિકા પંચાયત અને એસ્પાયર પ્રોગ્રામ વિશે તેમના શું અનુભવ રહ્યા તે રજૂ કરવામાં આવ્યા. સાથે આ 20 પંચાયતમાં જે નવા સરપંચ તરીકે ચૂંટાયેલ છે તેમને આ કાર્યક્રમને નિહાળી અને કેવો અનુભવ રહ્યો તે સાંભળવામાં આવ્યું. નવા સરપંચ શ્રીઓ એ પણ જણાવ્યું કે અમે આ બાલિકા પંચાયતના કામમાં સાથ સહકાર આપવા પૂરેપૂરો તૈયાર છીએ.ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન શ્રી રંજનબેન દ્વારા તેમના અનુભવો શેર કરવામાં આવ્યા તેમજ તેમને જણાવ્યું કે બાલિકાઓને તેમના દ્વારા સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવશે તેમજ તમારા 20 ગામમાં જ્યારે પણ અમારી જરૂર પડે ત્યારે અમે હાજર રહીશું અને સાથ સહકાર આપીશુ તેવું તેમણે જણાવ્યું. રંજનબેન અંતમાં જણાવ્યું કે આવા કાર્યક્રમ દર મહિને થવા જોઈએ તેમજ ગ્રામ્ય કક્ષાએ થાય તો વધુ સારું એવું તેમને જણાવ્યું