AHAVADANG

ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,વઘઈ ખાતે “નવરાત્રી મહોત્સવની”ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ કોલેજમાં સપ્તધારા અંતર્ગત આચાર્ય ડૉ. જે. એમ.ભોયાના માર્ગદર્શન હેઠળ “નવરાત્રી મહોત્સવની” ઉજવણી કરવામા આવી હતી.આ ઉજવણીની શરૂઆત કોલેજ આચાર્ય ડૉ.જે.એમ.ભોયાના હસ્તે અંબે માતાના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.આ મહોત્સવમાં પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ સાથે અધ્યાપક મિત્રો પણ જોડાયા હતા ત્યાર બાદ ડીજેના તાલે ગરબાની રમઝટની શરુઆત થઈ.જેમા વિધાર્થીઓની સાથે સાથે અધ્યાપકો પણ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.આ નવરાત્રી મહોત્સવમાં કોલેજના બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સમગ્ર નવરાત્રી મહોત્સવની ઉજવણીનું આયોજન IQAC કો- ઓર્ડીનેટર રાકેશ નાયકા,સપ્તધારા અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ.પ્રિતીબેન પટેલ અને સાથી અધ્યાપક મિત્રોના સહિયારા સહયોગથી  કરવામાં આવ્યો..

Back to top button
error: Content is protected !!