AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાતમાં સપ્ટેમ્બર માસના 26 દિવસમાં જ ભૂકંપના 50 જેટલા આંચકા નોંધાયા

દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારે 45 મિનિટના ગાળામાં જ વાંસદા અને વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં વાંસદામાં 1.6 જ્યારે વલસાડમાં 2.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. બંનેની તીવ્રતા ભલે ઓછી હતી પણ છેલ્લા કેટલાક સમયમાં ભૂકંપના આંચકાના વધેલા પ્રમાણે ચિંતા ચોક્કસ વધારી છે. સપ્ટેમ્બરના 26 દિવસમાં જ ગુજરાતમાં ભૂકંપના 50 જેટલા આંચકા નોંધાઇ ચૂક્યા છે.  જોકે, આ મુદ્દે નિષ્ણાતોનું માનવું છે કે, “વઘુ વરસાદ બાદ આંચકાના પ્રમાણમાં વધારો થતો હોય છે પણ ચિંતાનું કારણ નથી.”

ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં 50 સહિત આ વર્ષે કુલ 54 આંચકા આવ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં એક જ વર્ષમાં નોંધાયેલા સૌથી વધુ આંચકા છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ 22  આંચકા સૌરાષ્ટ્ર, 20 આંચકા દક્ષિણ ગુજરાત, 5 આંચકા કચ્છમાં જ્યારે 3 આંચકા ઉત્તર ગુજરાતમાં નોંધાયા છે. નિષ્ણાતોના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંચકાનાં કારણો અલગ છે. આ પ્રદેશો દખ્ખણના ઉચ્ચ પ્રદેશનું વિસ્તરણ છે અને દખ્ખણ એક સ્થિર વિસ્તારો છે, તેથી દક્ષિણ ગુજરાત પણ એકંદરે સ્થિર પ્રદેશ છે. પરંતુ અહીં ચોમાસા પછી, જમીનની તિરાડોમાં વરસાદનું પાણી નીચે ઊતરે છે અને તેથી પૃથ્વીના પેટાળમાં દબાણ વધે છે. જ્યારે ભૂગર્ભ દબાણને બહારની તરફ છોડે છે, ત્યારે તે ભૂકંપ મારફતે બહાર આવે છે.

ઈન્ડિયન સિસ્મોલોજી રિસર્ચ કાર્યવાહક ડિરેક્ટર સુમેર ચોપરાએ જણાવ્યું કે, “કચ્છનો ભૂસ્તરીય પ્રદેશ બાકીના ગુજરાત કરતાં અલગ છે. કચ્છમાં પૂર્વથી પશ્ચિમ તરફ ઘણી સક્રિય ફોલ્ટલાઇન છે. સામાન્ય રીતે વધુ વરસાદ પડે ત્યારે આંચકા આવવાના પ્રમાણમાં પણ વધારો જોવા મળતો હોય છે. હાલમાં ભૂકંપના આંચકા વધવા પાછળ પણ આ જ કારણ ગણી શકાય.” હાલ જે આંચકા નોંધાય છે તેમની તીવ્રતા સામાન્ય રહી છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં સૌથી વઘુ 3.3ની તીવ્રતાનો આંચકો કચ્છના ખાવડા પાસે નોંધાયો હતો. આ સિવાય મોટાભાગના આંચકાની તીવ્રતા 1 થી 2 વચ્ચે જ નોંધાઈ છે.

Seismograph with paper in action and earthquake – 3D Rendering

 

Back to top button
error: Content is protected !!