ભાજપના ધારાસભ્ય અને આગેવાનોએ GST સુધારા અંગે ચર્ચા કરી: નેત્રંગના બજારોમાં વેપારીઓ સાથે જનસંપર્ક અભિયાન….
ભાજપના ધારાસભ્ય અને આગેવાનોએ GST સુધારા અંગે ચર્ચા કરી: નેત્રંગના બજારોમાં વેપારીઓ સાથે જનસંપર્ક અભિયાન…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા GST સુધારાઓ અંગે ભાજપે જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા નેત્રંગ ટાઉનના જવાહર બજારમાં ભાજપના આગેવાનોએ વેપારીઓ સાથે મુલાકાત કરી ચર્ચા-વિચારણા કરી હતી.
નેત્રંગ નગરના જવાહર બજાર ખાતે આ જનસંપર્ક અભિયાન યોજાયું હતું. જવાહર બજાર વિસ્તારના અંબિકા જ્વેલર્સ, ઇલેક્ટ્રોનિકની દુકાન, કપડાના વેપારી, પ્રોવિઝન સ્ટોર, વાસણની દુકાન, મેડીકલ સહિતના વેપારીઓની ભાજપના આગેવાનોએ વેપારીઓ સાથે સીધી વાતચીત કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન, GSTમાં થયેલા ઘટાડા બાદ સસ્તો સામાન લોકો સુધી કેવી રીતે પહોંચી શકે તે અંગે સમજાવટ કરવામાં આવી હતી.
આ અભિયાનમાં ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, તાલુકાના આગેવાન ગૌતમભાઈ વસાવા, સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ સુશીલાબેન વસાવા, ભાજપના હોદેદારો સરલાબેન પટેલ, ભાવનાબેન પંચાલ, માજી સરપંચ બાલુભાઈ વસાવા, ઈશ્વર વસાવા, દિલીપ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા.
વેપારીઓ સાથેની ચર્ચા દરમિયાન આગેવાનોનું માનવું હતું કે કેન્દ્ર સરકારની સુધારેલી કર પ્રણાલીના લાભો સીધા વેપારીઓ અને ગ્રાહકો સુધી પહોંચવા જોઈએ. વેપારીઓએ પણ પોતાના સૂચનો ભાજપના નેતાઓ સમક્ષ રજૂ કર્યા હતા.