MORBI:ભારતી વિધાલય શાળામાં યોજાયો એક દીવસીય નવરાત્રી રાસ મહોત્સવ
MORBI:ભારતી વિધાલય શાળામાં યોજાયો એક દીવસીય નવરાત્રી રાસ મહોત્સવ
આજ રોજ સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં ઉજવાયો એક દીવસીય નવરાત્રી મહોત્સવ.જેમાં શાળાના વિધાર્થીઓ – વાલીઓ – અને ભૂતપૂર્વ વિધાર્થી મન મૂકીને માં જગદંબાની આરાધના કરી અને ગરબા રમીને રમઝટ બોલાવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી – માળીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા,શાળા સ્થાપક શ્રી લાલજીભાઈ મહેતા તેમજ મોરબી ભાજપના અગ્રણી હોદેદારો તે સાથે જાંબુડીયા સ્થિત ધ લેમન ટ્રી હોટેલના સંચાલક પ્રશાંતભાઈ તેમજ મોરબી નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,પરશુરામ યુવા ગ્રુપ અને મિશન નવભારત – મોરબી યુવા ગ્રુપના સભ્યો,સંગમ ફાઉન્ડેશનના પ્રમુખ સંદીપસિંહ જાડેજા,જાણીતા એડવોકેટ અને નોટરી દિલીપભાઈ અગેચાણીયા જેવા મહેમાનો ઉપસ્થિત રહીને વિધાર્થીઓને પ્રોત્સાહિત કરેલા તેમજ બેસ્ટ ડ્રેસ – એક્શન – પ્રિન્સ – પ્રિન્સેસ જેવા ઇનામો આપ્યા હતા.તે સાથે શાળામાં યોજેલ સ્પર્ધા શિક્ષકદિન અને આરતીથાળી ડેકોરેશનના ઇનામો પણ વિતરણ કરવામાં આવેલ.કાર્યક્રમને સફળ બનાવવા ભાગ લીધેલ શાળાના તમામ વિધાર્થી – વાલીગણ અને શિક્ષકગણને શાળા પ્રમુખ શ્રી હિતેષભાઇ મહેતાએ અભિનંદન પાઠવેલ.તેમજ શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરેલ.