માં જગદંબા ની આરાધના રૂપ નવરાત્રી મહોત્સવ અંતર્ગત શ્રી સમસ્ત મહિયા ક્ષત્રીય સમાજ ના રાસોત્સવ માં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને સત્તા પક્ષ ના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય આગેવાનોને મોમેન્ટો તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે શ્રી સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ ના પ્રમુખ અજયસિંહ દયાતર અને સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ અજીતસિંહ બાબરીયા અને યુવા શક્તિ ગ્રુપ તેમજ જ્ઞાતિ ના અગ્રણીઓ, યુવાનો અને બહેનો બહોળી સાંખ્ય માં ઉપસ્થિત રહ્યા હતા.નવરાત્રી ના ભાગ રૂપે માતાજી ની આરાધના તલવાર રાસ તેમજ ગરબા દ્વારા કરવામાં આવી હતી. શ્રી સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ ના ઇતિહાસ ગોરવવંતો હોઈ ત્યારે સૌએ સાથે મળીને સમગ્ર સંસાર નું ભલું થાય અને સૌ ને માતાજી સુખી રાખે તેવી પ્રાર્થના કરી હતી
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ