DAHODGUJARAT

દાહોદના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

તા.૨૯.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 રિજિયન સાત અને ઝોન બે માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી, લાયન્સ ક્લબ ઓફ દાહોદ એબિલિટી, ભારતીય જનતા પાર્ટી દાહોદ અને ધીરજ હોસ્પિટલ વાઘોડિયા ના સંયુક્ત ઉપક્રમે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 75 માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત તારીખ 28.9.2025 ને સવારે 9:00 કલાકે સરસ્વતી વિદ્યા મંદિર દાહોદ મુકામે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના અંતરિયાળ ગામના લોકોને સમાજ ઉપયોગી સેવાકાર્ય ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા દ્વારા આવકાર અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનઓ નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લાના પૂર્વ પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલા ,દાહોદના પ્રભારી ભરતસિંહ સોલંકી ,નગરપાલિકાના પ્રમુખ ગોપીભાઈ દેસાઈ સંયોજક હિમાંશુ નાગર , કેબિનેટ સેક્રેટરી યુસુફી કાપડિયા, એજ્યુકેટીવ ડાયરેક્ટર ડો નિરંજન શાહ, જોન ચેરમેન સુરેશભાઈ ભૂરા ,લાયન્સ ક્લબ ઓફ એબિલિટી ના પ્રમુખ લા મિનેશ પટેલ, સિટીના ખજાનચી લાયન રાધેશ્યામભાઈ શર્મા ,ઉપપ્રમુખ લાયન અનિલ અગ્રવાલ, લાયન તુલસી શાહ ,લાયન સંજય પ્રજાપતિ આ ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાઉન્સિલરો, હોદ્દેદારઓ ,તેમજ સભ્યશ્રીઓ લાયન્સ ક્લબ ના હોદ્દેદાર શ્રીઓ અને સભ્યઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ ભારતીય જનતા પાર્ટીના દાહોદ શહેર પ્રમુખ અર્પિલ શાહ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ સંચાલન શહેર મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.આ મેગા મેડિકલ કેમ્પમાં સ્ત્રી રોગના નિષ્ણાત ,હાડકાના નિષ્ણાત, હૃદય રોગના નિષ્ણાત, જનરલ ફિઝિશિયન, આંખના રોગના ,કાન નાક ગળા રોગના, બાળકોના રોગના, સ્પીચ થેરાપી, ફિઝિયો થેરાપી, જેવા વિવિધ બાર વિભાગના નિષ્ણાત ડોક્ટરશ્રીઓએ તેમજ સહયોગી સ્ટાફ મિત્રોએ સેવા આપી હતી. આ કેમ્પમાં પંદર દિવસની દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પ નો આશરે 500 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત વધુ સારવાર માટે જરૂર જણાય તો ધીરજ હોસ્પિટલની ટીમ જ દર્દીને અહીંથી લઈ જશે સારવાર કરી પાછા મૂકી પણ જશે

Back to top button
error: Content is protected !!