GUJARATVALSAD

વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં મીની વાવાઝોડાને પગલે ૪૧૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો,યુધ્ધના ધોરણે પુરવઠો પૂર્વવત કરાયો..

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

*વલસાડ જિલ્લામાં ૧ HT પોલ, ૩૫ LT પોલ તથા ૧ ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી ૧૨૬૬ ગ્રાહકો અસરગ્રસ્ત થયા*

*નવસારી જિલ્લામાં ૧૧૪ HT પોલ, ૧૩૦ LT પોલ તથા ૯ ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી ૩૬,૭૫૪ ગ્રાહકો અસરગ્રસ્ત થયા*

*ડાંગ જિલ્લામાં કુલ ૧૯ HT પોલ, ૨ LT પોલ તથા ૨ ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી ૩૮૨૦ ગ્રાહકો અસરગ્રસ્ત થયા*

વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭/૦૯/૨૦૨૫ અને ૨૮/૦૯/૨૦૨૫ના રોજ આવેલા મીની વાવાઝોડા સાથે અતિભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાના કારણે વલસાડ, નવસારી તથા ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગંભીર નુકસાન થયું હતું. તોફાની પવન તથા ભારે વરસાદના કારણે અનેક HT તથા LT વીજ પોલ તથા ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા હતા. વીજ તારો તૂટી પડ્યા હતા, વૃક્ષો વીજ લાઇન પર આવી પડતા વિતરણ નેટવર્કને નુકસાન થયું હતું.

કેટલાંક વિસ્તારોમાં ટ્રાન્સફોર્મરમાં ખામી ઊભી થવાથી મોટી સંખ્યામાં ગ્રાહકોના વીજ પુરવઠા પર સીધી અસર થઈ હતી. આ અચાનક ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ વર્તુળ કચેરી દ્વારા અવિરત કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે અને સમગ્ર પુનઃસ્થાપન કામગીરી સતત મોનીટરીંગ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. વિભાગીય સ્તરે તમામ અધિકારીઓ, ઇજનેરો તથા કર્મચારીઓ તાત્કાલિક કામગીરીમાં જોડાયા હતા. સ્થાનિક સ્તરો સાધનો સિવાય વધારાની મશીનરી, વાહનો ઉપરાંત આશરે ૪૦ કોન્ટ્રાકટર ગેંગોને દરેક ક્ષેત્રોમાં પણ કાર્યરત કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને ચીખલી તથા બિલીમોરા ગ્રામ્ય વિસ્તારો તેમજ વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તાર તેમજ વાંસદા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વ્યાપક નુકસાનને કારણે ત્યાં મોટા પાયે ગેંગો અને કર્મચારીઓ દ્વારા મરામત કામગીરી દિવસ-રાત હાથ ધરી વીજપુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો. વર્તમાન પરિસ્થિતિ મુજબ, વલસાડ જિલ્લામાં ૧ HT પોલ, ૩૫ LT પોલ તથા ૧ ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી ૧૨૬૬ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા. નવસારી જિલ્લામાં ૧૧૪ HT પોલ, ૧૩૦ LT પોલ તથા ૯ ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી ૩૬,૭૫૪ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા. ડાંગ જિલ્લામાં કુલ ૧૯ HT પોલ, ૨ LT પોલ તથા ૨ ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી ૩૮૨૦ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.

આમ, કુલ મળીને વલસાડ વર્તુળ વિસ્તારમાં ૧૩૪ HT પોલ, ૧૬૭ LT પોલ તથા ૧૨ ટ્રાન્સફોર્મરને નુકસાન થતા ૪૧૮૪૦ જેટલા ગ્રાહકોના વીજ પુરવઠા પર સીધી અસર થતા યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!