પાવાગઢ ડુંગર ખાતે આસો નવરાત્રી દરમિયાન સાફ સફાઈના અભાવે ઠેરઠેર કચરાના ઢગલા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૯.૨૦૨૫
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર ખાતે આસો નવરાત્રી દરમિયાન ડુંગર પર સાફ સફાઈના અભાવે કચરાના ઢગલા જોવા મળતા નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવતા માઇ ભક્તોમાં ડુંગર પર સાફ-સફાઈની કામગીરી અંગે લાગતા વળગતા તંત્રની ઉદાસીન નીતિ સામે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે.હાલમાં આસો નવરાત્રી ચાલી રહી છે. માતાજીની આરાધના ના પાવન પર્વમાં પ્રતિ દિન લાખોની સંખ્યામાં ગુજરાતમાંથી તેમજ પડોશી રાજ્યોમાંથી માઈ ભક્તો માતાજીની આરાધના કરવા આવતા હોય છે.ક્યારે આવા સંજોગોમાં ડુંગર પર માચી થી ડુંગર પર જવાના માર્ગ પર રોપ વે સ્ટેશન અપર સ્ટેશન થી દુધિયા તળાવ ની વચ્ચે તેમજ બાવા બજાર ખાતે દિવસ દરમિયાન સતત સાફ સફાઈ થવી જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે જેના પગલે ડુંગર પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.એક તરફ ગુજરાત ના યાત્રાધામો ખાતે સફાઈ અંગે અલાયદી (સ્પેશિયલ) ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.ત્યારે સિક્કાની બીજી બાજુ નવરાત્રીના પાવન પર્વમાં પાવાગઢ ડુંગર પર સાફ -સફાઈ અંગેની જવાબદારી પ્રત્યે બેદરકારી ના પગલે આ પ્રકારના કચરાના ઢગલા ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.પાવાગઢ ખાતે દૂર દૂરથી આવતાં યાત્રાળુ ઓ સફાઈ અંગે એક નકારાત્મક સંદેશ લઈને જશે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. ડુંગર પર સફાઈ અંગે જેની જવાબદારી છે. તે પોતાની જવાબદારી પ્રત્યે સજાગ રહે અને ડુંગર પર સાફ-સફાઈ રહે તેવી માઇ ભક્તોમાં માંગ ઉઠે છે.