તા.૨૯.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રામાનંદ પાકૅ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
Dahod:દાહોદ રામાનંદ પાકૅ નવરાત્રી મહોત્સવ દરમિયાન આત્મનિર્ભર ભારત તથા પ્રજાલક્ષી વિવિધ સંદેશ આપતા શ્રી જગદીશદાસજી મહારાજ દાહોદ.શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ.રામાનંદ પાકૅ દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી ના સાનિધ્ય માં રામાનંદ પાકૅ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે રામાનંદ પાકૅ સેવા સમિતિ દાહોદ.સનાતન વલ્ડ પરિવાર દાહોદ તથા રામાનંદ પાકૅ મહિલા મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ગરબા ગ્રાઉન્ડ માં ભાઈ બહેનો તથા ખૈલયાઓ નિભૅયપણે મુક્ત વાતાવરણ માં રમી શકે તે માટે ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે રામાનંદ પાકૅ નવરાત્રી મહોત્સવ ગરબા ગ્રાઉન્ડ મા મોટી સંખ્યામાં ખૈલયાઓ ઉમટી પડે છે ખૈલયાઓ મોડી રાત્રી સુધી ગરબે ઘૂમવાનો આનંદ માણી રહ્યા છે રામાનંદ પાકૅ દાહોદ ના મિડિયા પ્રભારી નરેશ ચાવડા ના જણાવ્યા અનુસાર મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા રામાનંદ પાકૅ નવરાત્રી મહોત્સવ દરમિયાન આત્મનિર્ભર ભારત અંતર્ગત હરધર સ્વદેશી ધરધર સ્વદેશી.મિશન સિંદુર.સ્વછતા અભિયાન.અંગદાન મહાદાન.રકતદાન મહાદાન લોકલ ફોર વોકલ .બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન રાષ્ટ્ર નિર્માણ માં સહયોગ.ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા.સનાતન ધર્મ જાગૃતિ જેવા વિવિધ થીમ આધારિત ગરબા રમાડવામાં આવી રહ્યા છે અને પ્રજાલક્ષી વિવિધ પ્રકારના સંદેશો આપવામા આવે છે દરરોજ રાષ્ટ્ર પ્રત્યે ભાવના અંતર્ગત દરરોજ રાષ્ટ્રગાન થી ગરબા નો શુભારંભ કરવામાં આવે છે અને રાષ્ટ્રગાન સાથે પૂર્ણ કરવામાં આવે છે રામાનંદ પાકૅ દાહોદ ના નવરાત્રી મહોત્સવ અંતર્ગત ના ગરબા નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે માતાજી ની આરાધના ના પવૅ નવરાત્રી મહોત્સવ મા આનંદ ના ગરબા નુ આયોજન કરવામાં આવ્યું હતું