સુતેલી લેડી ડોક્ટરનું ગળું દબાવીને મોડે સુધી કર્યો રેપ અને મર્ડર
રાજધાની કોલકાતાની એક મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટરના અતિ ઘાતકી રેપ અને મર્ડરનો બનાવ બન્યો છે. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય ટ્રેઈની ડોક્ટર મોમિતા દેબનાથના ઘાતકી રેપ અને મર્ડરમાં મોટો ઘટસ્ફોટ થયો
પશ્ચિમ બંગાળમાં નિર્ભયા જેવો ભયાનક કાંડ સામે આવ્યો છે. રાજધાની કોલકાતાની એક મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટરના અતિ ઘાતકી રેપ અને મર્ડરનો બનાવ બન્યો છે. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય ટ્રેઈની ડોક્ટર મોમિતા દેબનાથના ઘાતકી રેપ અને મર્ડરમાં મોટો ઘટસ્ફોટ થયો છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે પુરાવા છે કે ડોક્ટર જ્યારે હોસ્પિટલના સેમિનાર હોલમાં સુઈ રહ્યાં હતા ત્યારે આરોપી સંજય રોય ત્યાં આવ્યો હતો. ડોક્ટરે પ્રતિકાર કર્યો હતો પરંતુ આરોપીએ તેને ગૂંગળાવી મારી. ડોક્ટર મરી ગઈ છે કે નહીં તે જાણવા માટે સંજય રોતે તેમને ફરી ગૂંગળાવી નાખ્યાં હતા. એવી પણ સંભાવના છે કે મર્ડર બાદ આરોપીએ ડોક્ટરનો મોડે સુધી રેપ કર્યો હતો. શુક્રવારે રાતે આ ઘટના બની હતી. પોલીસ અધિકારીએ એવું પણ કહ્યું કે સંજોગો એવું સૂચવે છે કે આરોપએ પહેલા ડોક્ટરની હત્યા કરી હતી ત્યાર બાદ રેપ કર્યો હતો.
આરોપી સંજય રોય હોસ્પિટલમાં બેરોકટોક આવી શકતો હતો. શુક્રવારે રાતે તે સેમીનાર હોલમાં આવ્યો હતો અને ડોક્ટરની એકલતાનો લાભ લઈને ભયાનક કૃત્ય કર્યું હતું.
શુક્રવારે રાતે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના ત્રીજા માળે સેમિનાર હોલની અંદર શુક્રવારે સવારે એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે મેડિકલ કોલેજમાં જ પીજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા ડોક્ટરના શરીરના ઘણા ભાગો પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેની આંખો અને મોં બંનેમાંથી લોહી વહી રહ્યું હતું, તેના ચહેરા પર ઇજાઓ અને નખ હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને નાની આંગળી અને હોઠ પર પણ ઈજાઓ થઈ હતી. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું.
બંગાળમા ટ્રેઈની ડોક્ટરના રેપ અને મર્ડરના મામલાએ આગનું સ્વરુપ ધારણ કર્યું છે. ડોક્ટરો હવે પીડિતાના પક્ષમાં આવીને મોટું એલાન કર્યું છે. ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સના સંગઠન ‘ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન’ દ્વારા 12 ઓગસ્ટથી સમગ્ર દેશમાં હડતાળની જાહેરાત કરવામાં આવી છે. તેમણે તમામ સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનને આ હડતાળમાં જોડાવા હાકલ કરી છે. હડતાળને કારણે ઓપીડી, વૈકલ્પિક સર્જરી અને લેબમાં કામ બંધ રહેશે. RDAએ પણ પોતાના તરફથી ડોક્ટરોને હડતાળ પર જવાની નોટિસ આપી છે. આરજી કાર મેડિકલ કોલેજના જુનિયર ડોકટરો પણ પીડિતાને ન્યાયની માંગ સાથે સતત વિરોધ કરી રહ્યા છે.