વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના જોગથવા ગામ ખાતે રહેતા સુમનભાઈ પોસલુભાઈ પવાર (ઉ. વ.૪૬) રવિવારે રાત્રે પરિવાર સાથે સૂઈ ગયા હતા.તે દરમિયાન રાત્રે 1 વાગ્યાના અરસામાં તેમની પત્નીએ તેમને જગાડી જણાવ્યું હતું કે,જલ્દી ઉઠો આપણી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નં.GJ -05-DE-8669ને ચોરી કરવા કોઈ આવ્યુ છે.તેમની મોટરસાઈકલને બંધ હાલતમાં ધક્કો મારી લઈ જઈ રહ્યા છે.જેથી સુમનભાઈ એ જાગીને બૂમ પાડતા ચોરી કરવા આવેલ ઇસમોની બાઈક ચાલુ થઈ ન હતી. ત્યારબાદ પાડોશી સાથે ચોરી કરવા આવેલ ઈરફાન અબ્દુલ રસીદ વાની અને રફીક અબ્દુલ વાની ( બંને રહે. નાંદનપેડા તા.આહવા જી.ડાંગ) ને ઝડપી પાડયા હતા.તેમજ અરસદ વાની ( રહે. નાંદનપેડા તા.આહવા જી.ડાંગ) ત્યાંથી નાસી છૂટયો હતો. ત્યારે સુબીર પોલીસ મથકે સુમનભાઈ એ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.સુબીર પોલીસ એ આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..