HALVAD:હળવદના રણછોડગઢ ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી વૃદ્ધ મહિલા પર બે શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી
HALVAD:હળવદના રણછોડગઢ ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી વૃદ્ધ મહિલા પર બે શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે વૃદ્ધ મહિલાનો દિકરો આરોપીની દિકરીને ભગાડી લગ્ન કરી લિધેલ હોય જેનો ખાર રાખી વૃદ્ધ મહિલાને બે શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા કુવરબેન બાબુભાઈ મોલાડીયા (ઉ.વ.૭૦) એ આરોપી જાલુબેન સંઘુભાઈ ફીસડીયા તથા તેજાભાઈ સંઘુભાઈ ફીસડીયા રહે. બંને રણછોડગઢ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દિકરો આરોપીની દિકરીને ભગાડી લગ્ન કરી લિધેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીના ઘરે જઈને ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે મારમારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨),૩૫૨,૩૫૧(૩), ૩૨૯(૩) તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.