GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વીસીપરા અમરેલી નજીકથી હાથ બનાવટી દેશી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

MORBI:મોરબીના વીસીપરા અમરેલી નજીકથી હાથ બનાવટી દેશી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

 

 

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વીસીપરા અમરેલી રોડ સૌરાષ્ટ્ર નડિયાના કારખાના પાસેથી હાથ બનાવટની દેશી બંદુક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુકત ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી વીસીપરા અમરેલી રોડ સૌરાષ્ટ્ર નડિયાના કારખાના પાસે એક ઇસમ એક દેશી હાથ બનાવટની બંદુક સાથે આંટાફરે છે તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાતમીવાળો ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી પુછપરછ કરતા ઇબ્રાહિમભાઇ ઉર્ફે ડાડો આદમભાઇ ચનાણી (ઉ.વ.૨૪) રહે, કાંતીનગર જુબેદા મસ્જીદ પાછળ મોરબી – ર મુળ રહે,ગામ બેલા (આમરણ) તા.જી.મોરબી વાળા પાસેથી દેશી બનાવટની બંદુક નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦/-સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી અટક કરી ગુનો રજીસ્ટર કરાવેલ છે

Back to top button
error: Content is protected !!