હાલોલ-ગુજરાત ક્લોરોફોર્મ કંપનીના ગેસ લીકેજની ઘટના ગણતરીના સમયમા કાબુમાં લેવાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૯.૨૦૨૫
ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં આજે મંગળવાર ના રોજ સવાર ના સમયગાળા દરમ્યાન કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી ગેસ લીકેજ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેને કંપની કામદારોમાં ભાગદોડ મચી જવા પામી હતી.જોકે કંપની ટેક્નિકલ માણસો એ ગણત્રીના સમયમાં ગેસ લીક ને કાબુમાં કરી દેવામાં આવ્યો હોવાનું કંપની સંચાલકો દ્વારા જાણવામાં આવી રહ્યું છે.જેને લઇ કંપનીના કોઈ કર્મચારી ને કોઈ અસર કે નુકશાન થયું ન હોવાથી કર્મચારીઓ તેમજ સંચાલકોમાં હાશકારો થોયો હતો.જોકે બીજી તરફ કંપનીમાં થી ગેસ લીક થયો હોવાની વાત વાયુવેગે ફેલાતા કંપની ની આજુબાજુમાં આવેલ ગામ લોકો માં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો.અને વીસ દિવસ બાદ બીજી વખત બનેલી ઘટના ને પગલે કંપની ની આજુ બાજુમાં આવેલ ગામ ના પાંચ જેટલા લોકો ને ગેસ ની અસર થતા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક હાલોલ ની સરકારી હોસ્પીટલ માં લાવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલ પરિસ્થતિ સારી હોવાનું જાણવા મળી આવ્યું છે. બનેલી ઘટના ને પગલે મામલતદાર,ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહીત વહીવટી તંત્ર પણ કંપની ખાતે દોડી આવ્યું હતું. વીસ દિવસ બાદ કંપનીમાં ફરી ઘટના બનતા લોકોમાં કંપની સંચાલકો અને વહીવટી તંત્ર સામે અતિશય આક્રોશ જોવા મળ્યો હતો. આ કંપની શટડાઉન હતી છતાં આ બનાવ કેવી રીતે બન્યો જેવા પ્રશ્નો સાથે કંપની ખાતે લોકટોળાને પોલીસ સામે ઘર્ષણ થયું હોવાનું જાણવા માંડ્યું છે.જેને લઇ કોઈ અનિચ્છિય બનાવ ના બને તે માટે ઘોઘંબા સહીત પંચમહાલ પોલીસ ની કંપની ખાતે દોડી આવી હતી.રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં વીસ દિવસ બાદ બીજી વખત આજે મંગળવાર ના રોજ ગેસ લીક નો બનાવ બનતા ચર્ચાનો વિષય બની ગયો છે.લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.જોકે આજે બનેલી ઘટના માં કોઈ જાનહાનિ કે કોઈને ભારે નુકશાન થયું ન હતું જેને કારણે લોકોમાં હાશકારો થયો હતો.