AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરાયુ..

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા તાલુકા કક્ષાના વિજયાદશમી ઉત્સવનું ભવ્ય અને ઉત્સાહપૂર્ણ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પર્વનો મહિમા અને સંઘની સ્થાપના વિજયાદશમી, જેને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય સંસ્કૃતિમાં અધર્મ પર ધર્મની વિજયનું પ્રતીક છે. આ પર્વ સત્ય, ન્યાય અને નૈતિકતાનું મહત્વ સમજાવે છે અને સાથે જ શક્તિની આરાધનાનું પાવન પર્વ પણ છે. વિશેષ મહત્ત્વની વાત એ છે કે આજની તારીખે (વિજયાદશમીના દિવસે) જ વર્ષ ૧૯૨૫માં ડૉ. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી.

સમગ્ર હિન્દુ સમાજનું સંગઠન કરીને રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિની જે ભગીરથ સાધના સંઘે શરૂ કરી છે, તે આગામી વિજયાદશમીના રોજ ૧૦૦ વર્ષ થતાં ધર ધર સંપર્ક, હિન્દુ સંમેલન, શાખા વધાવવી.  ઐતિહાસિક સંઘ શતાબ્દી વર્ષની પૂર્વ સંધ્યાએ વઘઈના કાર્યક્રમમાં સ્વયંસેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પાવન પર્વ નિમિત્તે વઘઈના આયોજનમાં મોટી સંખ્યામાં સ્વંય સેવકો જોડાયા હતા.સંઘની પરંપરા મુજબ, આ દિવસે પથ સંચલન (રૂટ માર્ચ)નું આયોજન કરવામાં આવ્યું હતુ.જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યુ હતુ.આ ભવ્ય પથ સંચલન વઘઈ એપીએમસી માર્કેટ ગ્રાઉન્ડથી શરૂ થયુ હતુ.સ્વયંસેવકો સંપૂર્ણ ગણવેશમાં (સફેદ શર્ટ, ખાખી પેન્ટ, કાળી ટોપી, લાકડી અને બેલ્ટ) સજ્જ હતા.આ સંચલન વઘઈ સર્કલ થઈને સમગ્ર ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયુ હતુ.વાજતે-ગાજતે અને સંપૂર્ણ શિસ્તબદ્ધતા સાથે નીકળેલા આ સંચલનને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.વક્તાનું ઉદ્બોધન અને સંકલ્પ

વિજયાદશમી ઉત્સવનું મુખ્ય સમારોહનું આયોજન વઘઈ તાલુકા સંઘ સંચાલક કૃષ્ણકાંતભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં થયુ હતુ. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નવસારી વિભાગના સહકાર્યવાહ બાલકૃષ્ણભાઈ બાવિસા ઉપસ્થિત રહ્યા હતા.તેમણે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં સંઘના શતાબ્દી વર્ષને માત્ર એક ઉજવણી નહીં, પરંતુ ‘રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટેનું સંકલ્પ વર્ષ’ ગણાવ્યું હતુ.બાલકૃષ્ણભાઈએ જણાવ્યું હતુ કે, સંઘનું કાર્ય માત્ર શારીરિક પ્રશિક્ષણ કે સંચલન પૂરતું સીમિત નથી, પરંતુ રાષ્ટ્રના ઉત્થાન માટે સામાજિક સમરસતા અને સમાજ એકતા સ્થાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે સ્વયંસેવકોને વ્યક્તિગત સ્વાર્થ છોડીને રાષ્ટ્રહિત માટે સમર્પિત થવાનો અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સમાપન શાંતિપૂર્વક અને દેશભક્તિના માહોલમાં થયુ હતુ.જેણે ડાંગ જિલ્લામાં સંઘની ગતિવિધિઓને એક નવી ઊર્જા પૂરી પાડી હતી..

Back to top button
error: Content is protected !!