આણંદમાં સ્વછતા અભિયાન અંતર્ગત તમામ તાલુકામાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ
આણંદમાં સ્વછતા અભિયાન અંતર્ગત તમામ તાલુકામાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ
30/09/2025 – આણંદ – ગ્રામ્યકક્ષાએ દૈનિક ધોરણે સ્વચ્છતા અંગે તમામ ગ્રામ્ય વિસ્તારો, શેરીઓ, રસ્તાઓ, ધાર્મિક સ્થળો, શાળાઓ, આંગણવાડીઓ, વિવિધ પ્રતિમાઓની સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.
જે અન્વયે આણંદ જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્યકક્ષાએ આવેલ તમામ શાળાઓ, આંગણવાડીઓ વગેરેમાં ગો ગ્રીન શાળા, રંગોળી,વિવિધ ચિત્ર, નિબંધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તેમજ વિવિધ શાળાઓના પટ્ટાગણમાં, રમતના મેદાનમાં વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગ્રામ્યકક્ષાએ સ્વ સહાય જૂથો, સ્વચ્છતા કાર્યકરો, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામ્ય કક્ષાના અધિકારીશ્રીઓ અને પંચાયતના પ્રતિનિધિઓ વગેરે સાથે સ્વચ્છતા અંગે રમતગમત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો તેમજ ગ્રામ્ય કક્ષાની તમામ શાળાઓમાં અને જાહેર સ્થળો, રમતના મેદાનોની સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી સફાઈ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આણંદ જિલ્લાના તમામ તાલુકામાં આવેલ PHS & CSC સેન્ટરો અને પેટા સેન્ટરો પર સ્વચ્છતા કામદારો અને ગ્રામજનો માટે ગૌરવ શિબિર(સફાઈ મિત્ર સુરક્ષા શિબિર)નું આયોજન હાથ ધરવામાં આવ્યું. જેમાં સ્વચ્છતા કામદારો અને તેમના પરિવારોની, સ્વસહાય જૂથોની બહેનો, સ્વયંસેવકો, ગ્રામજનો વગેરેના આરોગ્યની ચકાસણી કરવામાંઆવી હતી.