MORBI:મોરબી નલિની વિધાલય માં ડીશ ડેકોરેશન સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવ્યું
MORBI:મોરબી નલિની વિધાલય માં ડીશ ડેકોરેશન સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવ્યું
વાવડી રોડ પર આવેલી શ્રી નલિની વિદ્યાલય માં આજરોજ ડીશ ડેકોરેશન સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવાર અને બપોર બંને શિફ્ટ ના વિદ્યાર્થીઓ દ્વારા આરતી માટેની ડીશો શણગારવામાં આવી હતી. જેમાં બંને શિફ્ટ ના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પણ ઇનામો અપાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખ ભાવનાબેન કૈલા, શહેર પ્રમુખ અલ્પાબેન કક્ડ, શ્રદ્ધાબેન પટેલ , કિસાન મોરચા ઉપપ્રમુખ ભાણજીભાઈ વરસડા તથા આચાર્ય શ્રી ભૂમિકાબેન, સંચાલક શ્રી બીપીન ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મીનાબેન, આયેશાબેન, રજીયાબેન,શિલ્પાબેન, હેતવીબેન, કરિશ્માબેન, પિંટીબેન, જાનવીબેન વગેરે એ ખૂબ જાહેમત ઉઠાવેલ.