MORBI:કચ્છ મોરબી હાઈવે પરથી i20 કારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
MORBI:કચ્છ મોરબી હાઈવે પરથી i20કારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
શહેનશાવલીના પાટીયા પાસે કચ્છ-મોરબી હાઇવે ઉપરથી હ્યુન્ડાઇ કંપનીની i20 ગાડીમાં ભરેલ વિદેશી દારૂની બોટલો નંગ-૨૩૪ કી રૂ.૩,૦૪,૨૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ ૬,૧૨,૨૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીયાણા પોલીસને બાતમી મળેલ કે કચ્છ તરફથી હ્યુન્ડાઇ કંપની 120 રજી નં-GJ-03-NB-3848 વાળીમા ગે.કા.તે ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી રાજકોટ તરફ જનાર છે તેવી ચોકકસ બાતમીના આધારે માળીયા મીંયાણા શહેનશાહવલીના પાટીયા પાસે કચ્છ મોરબી હાઇવે-રોડ ઉપર જરૂરી વોચ ગોઠવતા બાતમી વાળી કાર મળી આવતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૨૩૪ કિ.રૂ. ૩,૦૪,૨૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ ૬,૧૨,૨૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમ સુનીલભાઇ ઉર્ફે ચુકો હકાભાઇ સાકરીયા (ઉ.વ-૨૯) રહે. રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલની પાછળ સાગર ચોક આર.એમસી ના ક્વાટરમાં વાટરમાં બ્લોક બ્લોક નં નં ૦૧ ક્વાટરનં ૧૨૨૨ તા.જી રાજકોટવાળાને પકડી પાડી પુછપરછ કરતા દારૂનો થ્થો મોકલનાર. સાધુરામ રહે ભચાઉં કચ્છવાળાનુ નામ ખુલતા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.