GUJARATJUNAGADHMALIYA HATINA
માળીયાહાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
માળીયાહાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે SNSPA અંતર્ગત ૩૮ કિશોરીઓનું જનરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યુ હતું. જેમાં આરોગ્યને લગત પોષણ,એનેમિયા તેમજ માસિક ધર્મને લગત તમામ વિષય પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ADOLESCENT ને લગત મૂંઝવાનોનું નિરાકરણ લાવવામાં આવ્યુ હતું. તેમજ એચબી કરવામાં આવ્યુ હતું. નવરાત્રીના પાવન તહેવાર અંતર્ગત દીકરી પૂજનના ભાગરૂપે તમામ કિશોરીઓને ફળાહાર કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ